ટી 20 વર્લ્ડ કપ 2026 : સેમિ ફાઇનલના 3 સ્થાન માટે ભારત-પાકિસ્તાન સહિત 7 દાવેદાર, જાણો કઇ ટીમ માટે કેવું છે સમીકરણ

T20 World Cup 2026 Semi Final Qualification Scenario : ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ચારમાંથી એક સ્થાન પર કબજો કરી લીધો છે. હવે બાકીના ત્રણ સ્થાન માટે કુલ 7 દાવેદાર ટીમો છે. જાણો કઇ ટીમને છે કેટલી તક.

T20 World Cup 2026 Semi Final Qualification Scenario : ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ચારમાંથી એક સ્થાન પર કબજો કરી લીધો છે. હવે બાકીના ત્રણ સ્થાન માટે કુલ 7 દાવેદાર ટીમો છે. જાણો કઇ ટીમને છે કેટલી તક.

author-image
Ashish Goyal
New Update
T20 World Cup 2026 semifinal qualification scenarios

સેમિફાઇનલમાં પહોંચવા માટે સાત ટીમો માટે કયા અલગ-અલગ સમીકરણો છે તે જાણો Photograph: (IANS, X)

T20 World Cup 2026 Semi Final Qualification Scenario : ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ચારમાંથી એક સ્થાન પર કબજો કરી લીધો છે. હવે બાકીના ત્રણ સ્થાન માટે કુલ 7 દાવેદાર ટીમો છે. ગ્રુપ 2 માં એક સ્થાન બાકી છે અને ગ્રુપ 1 માંથી બંને સ્થાન બાકી છે. આવી સ્થિતિમાં ગ્રુપ 1 માં ભારત, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જંગ છે. જ્યારે ગ્રુપ 2 માં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે જંગ છે.

Advertisment

આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં પહોંચવા માટે સાત ટીમો માટે કયા અલગ-અલગ સમીકરણો છે, તે જાણવું પણ ખૂબ રસપ્રદ બની જાય છે. ગ્રુપ 1 માં ઝિમ્બાબ્વે અને ભારતનો પરાજય થયો હોવા મામલો હજુ અટવાયેલો છે. જ્યારે ગ્રુપ 2માં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ રદ થવાથી અને ત્યાર બાદ ઈંગ્લેન્ડની સતત બે જીતને કારણે એક ટીમ નક્કી થઈ ગઈ છે અને બાકીની ત્રણ ટીમોનું ગણિત રસપ્રદ બની ગયું છે.

ગ્રુપ 1 સમીકરણ

ભારત 

ભારતીય ટીમ માટે સમીકરણ સ્પષ્ટ છે કે જો ટીમ ઈન્ડિયાને સેમિ ફાઈનલમાં પ્રવેશવું હોય તો તેણે તેની બાકીની બે મેચ ઝિમ્બાબ્વે અને વિન્ડિઝ સામે જીતવી પડશે. સાથે સાથે સાઉથ આફ્રિકા પણ વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેને હરાવે તે જરુરી છે. કારણ કે ભારતનો નેટ રનરેટ ખૂબ જ ખરાબ છે. જો વેસ્ટ ઇન્ડીઝ સાઉથ આફ્રિકાને અને સાઉથ આફ્રિકા ઝિમ્બાબ્વેને હરાવે તો ભારત તેની છેલ્લી બે મેચ જીતીને પણ બહાર થઈ શકે છે.

સાઉથ આફ્રિકા 

દક્ષિણ આફ્રિકાની ટીમે સુપર 8માં ભારત સામેની પ્રથમ મેચમાં વિજય મેળવ્યો છે. તેને હજુ બે મેચ બાકી છે અને એક વિજય સેમિ ફાઇનલમાં પહોંચાડી શકે છે. જો ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવે તો તેઓ સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે. તે હારે અને ઝિમ્બાબ્વે સામે જીત મેળવે તો પણ તેની સેમિ ફાઈનલનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.

Advertisment

વેસ્ટ ઇન્ડીઝ

વેસ્ટ ઇન્ડીઝને હજુ દક્ષિણ આફ્રિકા અને ભારત સામે બે મેચ રમવાની છે. એક મેચમાં જીત મેળવશે તો પણ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. ટીમ સાઉથ આફ્રિકાને હરાવીને આગામી મેચમાં ભારત સામે હારે તો પણ તેમનો સેમિ ફાઈનલમાં પ્રવેશવાનો રસ્તો ખુબ જ આસાન બની જશે અને તેમને અંતિમ 4માં પ્રવેશવાની ટિકિટ મળી જશે. કારણ કે વિન્ડિઝનો નેટ રનરેટ ગુ્રપ 1માં શ્રેષ્ઠ છે.

ઝિમ્બાબ્વે 

ઝિમ્બાબ્વેની ટીમનો પ્રથમ મેચમાં વિન્ડિઝ સામે 107 રનથી હારનો સામનો કરવો પડયો હતો. જેથી તેનો નેટ રનરેટ ખુબ જ ખરાબ થઇ ગયો છે. હવે તેણે બાકી બચેલી ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં મોટા અંતરથી જીત મેળવવી પડશે. જો વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે બંને સાઉથ આફ્રિકાને હરાવે અને ભારત ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ બંને સામે હારે તો વિન્ડીઝ અને ઝિમ્બાબ્વેને ગ્રુપ 1માંથી સેમિ ફાઈનલમાં પ્રવેશવાની ટિકિટ મળી શકે છે.

ગ્રુપ 2 સમીકરણ

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી અને તેમને એક પોઈન્ટ મળ્યો હતો. જો ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની બાકીની બે મેચ જીતશે તો તેઓ ગ્રુપ 2માં ટોચના ક્રમે આવી જશે અને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ એક મેચ પણ હારે તો સેમિ ફાઈનલનો કેસ અટવાઈ શકે છે.

આ પણ વાંચો -  ટીમ ઇન્ડિયા માટે 2012 ના ટી 20 વર્લ્ડ કપની કહાની રિપીટ ના થાય, જાણો શું બન્યું હતું

પાકિસ્તાન

પાકિસ્તાની ટીમની પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી અને તેને એક પોઈન્ટ મળ્યો હતો. તે પછી ઇંગ્લેન્ડ સામે હાર્યા પછી પણ સેમિફાઇનલની આશા ધુંધળી બની છે. તે માટે પાકિસ્તાને શ્રીલંકા સામેની છેલ્લી મેચ જીતવી પડશે. જ્યારે અ પણ પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામેની બંને મેચ હારી જાય અથવા તો એક મેચ પણ નાના અંતરથી જીતે જેથી પાકિસ્તાનનો નેટ રનરેટ તેના કરતા વધુ સારો રહે.

શ્રીલંકા

ટી 20 વર્લ્ડ કપ 2026ના સહ-યજમાન શ્રીલંકાની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. શ્રીલંકાને સુપર 8ની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડયો. જો તેમને સેમિ ફાઈનલમાં જવું હોય તો તેમણે પહેલા ન્યૂઝીલેન્ડ અને ત્યાર બાદ પાકિસ્તાનને હરાવવું પડશે. આ બંને મેચ જીતીને શ્રીલંકાની ટીમ 4 પોઈન્ટ સાથે સેમિ ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી શકે છે.

ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ