જયદેવ ઉનડકટ : 12 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં વાપસીથી 2022નો અંત, હેટ્રિકથી 2023ની શરૂઆત, રચ્યો ઇતિહાસ

Jaydev Unadkat Hattrick in Ranji Trophy : જયદેવ ઉનડકટે દિલ્હી સામે તરખાટ મચાવતા 39 રનમાં 8 વિકેટ ઝડપી, રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો

Written by Ashish Goyal
Updated : January 11, 2023 15:24 IST
જયદેવ ઉનડકટ : 12 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં વાપસીથી 2022નો અંત, હેટ્રિકથી 2023ની શરૂઆત, રચ્યો ઇતિહાસ
રાજકોટમાં દિલ્હી સામે તરખાટ મચાવતા જયદેવ ઉનડકટે 39 રનમાં 8 વિકેટ ઝડપી

Jaydev Unadkat Hattrick in Ranji Trophy: જયદેવ ઉનડકટે 12 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયામાં વાપસી સાથે 2022નો અંત કર્યો હતો. આ પછી તેણે રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લઇને 2023ની શરૂઆત કરી છે. રાજકોટમાં દિલ્હી સામે તરખાટ મચાવતા જયદેવ ઉનડકટે 39 રનમાં 8 વિકેટ ઝડપી હતી. આ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે મેચના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર ધ્રુવ શૌરી, વૈભવ રાવલ અને યશ ઢૂલને આઉટ કર્યો હતો. આ સાથે તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. દિલ્હીના કેપ્ટન ઢૂલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

દિલ્હીના ટોપ ઓર્ડરના 4 બેટ્સમેન ડક પર પેવેલિયન પરત ફર્યા

દિલ્હીનો ઓપનર બેટ્સમેન ધ્રુવ શૌરી જયદેવ ઉનડકટના ત્રીજા બોલે ક્લીન બોલ્ડ થયો હતો. બીજા બોલે વૈભવ રાવલને વિકેટકિપર હરવિક દેસાઇના હાથે કેચ આઉટ કરાયો હતો. આ પછી યશ ઢૂલને એલબી આઉટ કરીને ઉનડકટે પોતાની હેટ્રિક પુરી કરી હતી. દિલ્હીના ટોપ ઓર્ડરના 4 બેટ્સમેન ડક પર પેવેલિયન પરત ફર્યા હતા. આયુષ બડોની પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. દિલ્હીના કુલ 6 બેટ્સમેન ખાતું ખોલાવવા અસફળ રહ્યા હતા.

આ પણ વાંચો –  ઋષભ પંતના સ્થાને ટેસ્ટમાં કોણ? શું યૂ ટર્ન લેશે ટીમ ઇન્ડિયા, કેએસ ભરત સિવાય છે આ છે વિકલ્પ

બીજી ઇનિંગ્સમાં પણ જયદેવ ઉનડકટે હેટ્રિક ઝડપી શકે છે

આ પછીની ઓવરમાં તેણે જોન્ટી સિદ્ધુ અને લલિત યાદવની વિકેટ ઝડપી 21મી વખત પાંચ વિકેટ ઝડપી હતી. ત્રીજી ઓવરમાં તેણે નવોદિત લક્ષ્ય થરેજાને આઉટ કર્યો હતો. એકસમયે દિલ્હીનો સ્કોર 10 રનમાં 7 વિકેટ હતો. ઋત્વિક શૌકીન (અણનમ 68)અને શિવાંક વશિષ્ઠે નવમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. જેથી દિલ્હી 133 રન બનાવી શકવા સફળ રહ્યું હતું. ઉનડકટે વશિષ્ઠ અને કુલદીપ યાદવને ઉપરા ઉપરી આઉટ કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં ઉનડકટ પાસે ફરી હેટ્રિક ઝડપવાની તક છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં પોતાની ઓવરના પાંચમાં અને છઠ્ઠા બોલ પર વિકેટ ઝડપી છે. જેથી બીજી ઇનિંગ્સના પ્રથમ બોલે વિકેટ ઝડપી તો બીજી હેટ્રિક થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ