ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri )કહ્યું કે ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)પછી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ભારતની નવી ટીમ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે આગામી વર્ષે વન-ડે વર્લ્ડ કપ થવાનો છે. આવામાં બની શકે કે વર્કલોડ મેનેજ કરવા માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ટી-20 ક્રિકેટ રમવાનું છોડી દે.
મુંબઈ પ્રેસ ક્લબમાં એક વાતચીતમાં શાસ્ત્રીએ કહ્યું કે હું આ વર્લ્ડ કપ પછી ભારત પાસે એક નવી ટીમ જોઈ રહ્યો છું. 2007માં આપણે જોયું હતું. તેંડુલકર, દ્રવિડ અને ગાંગુલી ન હતા. ધોનીએ ટીમનું નેતૃત્વ કર્યું અને ટૂર્નામેન્ટ જીતી ગયા હતા. આવું ફરી બની શકે છે. એવું નથી કે આ સારું કરી રહ્યા નથી પણ તમે તેમને અન્ય બે ફોર્મેટ માટે ઇચ્છો છો. આગામી વર્ષે વર્લ્ડ કપ છે અને તમે ખેલાડીઓ પર ભાર નાખવા માંગતા નથી.
આ પણ વાંચો – બરોડા-સૌરાષ્ટ્રની મેચમાં બબાલ, અંબાતી રાયડુ અને શેલ્ડન જેક્સન ઝઘડી પડ્યા, જુઓ Video
ટીમ ઇન્ડિયાએ ફિલ્ડિંગ પર કરવી પડશે સખત મહેનત
રવિ શાસ્ત્રીએ કહ્યું કે ભારતે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન પોતાની ફિલ્ડિંગ પર સખત મહેનત કરવી પડશે. તેમણે શ્રીલંકાનું ઉદાહરણ આપતા કહ્યું કે પાકિસ્તાન સામે સારી ફિલ્ડિંગ કરીને તેમણે નજીકની મેચ જીતી લીધી હતી. ફિલ્ડિંગ એવું ક્ષેત્ર છે જ્યાં ભારતે શરૂઆતથી જ કામ કરવાની જરૂર છે. પાકિસ્તાન સામેની મેચમાં સખત મહેનત કરવી પડશે. તમે જે 15-20 રન બચાવો છો તેનાથી ફર્ક પડી શકે છે. આવું ના થવા પર જ્યારે તમે બેટિંગમાં ઉતરો છો તો હંમેશા 15-20 રન વધારાના બનાવવા પડે છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવી ટીમો શાનદાર ફિલ્ડિંગ કરે છે.
ફિલ્ડિંગમાં ગિરાવટ ચિંતાજનક
શાસ્ત્રીએ કહ્યું કે ફિલ્ડિંગમાં ગિરાવટ ચિંતાજનક છે અને એક રીતે આ વિરોધી ટીમના 200થી વધારે રન બનાવવા માટે જવાબદાર છે. ફિટનેસ પર ભાર વધારે મહત્વપૂર્ણ બની જાય છે. મારા સમયે જે યો-યો ટેસ્ટ થતો હતો. તેના પર ઘણા લોકો હસ્યા હતા. ટેસ્ટ ક્યારેય પસંદગી માટે ન હતો તે ખેલાડીઓમાં જાગરુકતા ઉત્પન કરવા માટે હતો. તેનાથી ફક્ત રમવાની રીતમાં જ નહીં મેદાન પર તેમના મૂવ કરવાની રીતમાં પણ ઘણો ફર્ક પડતો હતો.