રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પોડફાસ્ટ સિઝન-2માં વિરાટ કોહલીએ ખુલાસો કર્યો કે તેના મુશ્કેલ સમય દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ બે વખત તેને સાંત્વના આપી હતી. ધોની પાસેથી મળેલા સંદેશા પછી વિરાટ કોહલીને અનુભવ થયો કે તેણે કેટલાક પગલા પાછા ખેંચવાની જરૂર છે અને આ વાતનું મહત્વ સમજવાની આવશ્યકતા છે.
વિરાટ કોહલીએ જણાવ્યું કે આ આખા સમયગાળામાં અનુષ્કા જે મારા માટે સૌથી મોટી તાકાત રહી છે. કારણ કે તે આ આખા સમયમાં મારી સાથે રહી છે અને તેણે મને ઘણો નજીકથી જોયો છે કે મને કેવો અનુભવ થયો છે. હું જે બાબતોમાંથી પસાર થયો છું જે પ્રકારની વસ્તુઓ થઇ છે. મારા બાળપણના કોચ અને પરિવાર સિવાય એકમાત્ર વ્યક્તિ જેણે વાસ્તવમાં મારી મદદ કરી તે એમએસ ધોની છે.
હું જ્યારે પણ ફોન કરું છું 99% ધોની ઉઠાવતો નથી – વિરાટ કોહલી
કોહલીએ જણાવ્યું કે તે મારા સુધી પહોંચ્યા હતા કારણ કે તમે ભાગ્યે જ તેનો સંપર્ક કરી શકો છો. જો હું તેમને ફોન કરું તો 99 ટકા સંભાવના છે કે તે ફોન ઉઠાવશે નહીં, કારણ કે તે ફોન જોતા નથી.
આ પણ વાંચો – એક રન આઉટે ફરી તોડ્યા કરોડો ભારતીયોના દિલ, 7 નંબરની જર્સી અને લડાયક અડધી સદી
કોહલીએ જણાવ્યું કે આ દરમિયાન તેમણે પોતાના સંદેશામાં જે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તેમાંથી એક એ પણ હતી કે જ્યારે તમને મજબૂત થવાની આશા કરવામાં આવે અને એક મજબૂત વ્યક્તિના રૂપમાં જોવામાં આવે તો લોકો એ પૂછવાનું ભૂલી જાય છે કે તમે કેમ છો?
મારા મગજમાં ફિટ થઇ ગયા ધોનીના શબ્દો – વિરાટ કોહલી
વિરાટ કોહલીએ જણાવ્યું કે તે ધોનીના શબ્દો મારા મગજમાં ફિટ થઇ ગયા હતા. કારણ કે મને હંમેશા એવા વ્યક્તિના રૂપમાં જોવામાં આવ્યો છે જે ઘણો આત્મવિશ્વાસી છે, માનસિક રુપથી મજબૂત છે, જે કોઇ પણ પરિસ્થિતિને સહન કરી શકે છે અને રસ્તો શોધી શકે છે અને અમને રસ્તો બતાવી શકે છે.
કોહલીએ કહ્યું કે ક્યારેક-ક્યારેક તમે જે અનુભવ કરો છો તે એ છે કે જીવનમાં કોઇપણ સમયે એક માણસના રૂપમાં તમારે કેટલાક પગલાં પાછળ ખેંચવાની જરૂર છે. તમે એ સમજો કે કેવી રીતે કરી રહ્યા છો. તમારી ભલાઇ શેમાં છે. કોહલીએ 2008થી 2019 વચ્ચે ટીમ ઇન્ડિયા સાથે પોતાના કાર્યકાળ દરમિયાન 11 વર્ષ સુધી ધોની સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે.
ધોની પણ પોતાના જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે – વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું કે જે લાંબા સમય રમ્યા છે તે જ જ આવીને સમજાવી શકે છે. તેથી મેં વિશેષ ઘટનાનો ઉલ્લેખ કર્યો કારણ કે ધોનીને ખબર છે કે વાસ્તવમાં શું ચાલી રહ્યું છે. તે આને સમજે છે કારણ કે તે પોતે ત્યાં હાજર રહ્યા છે. ધોનીએ તેનો એટલા માટે સંપર્ક કર્યો કારણ કે તે પણ પોતાના જીવન અને કારકિર્દીમાં આ પ્રકારના ગાળામાંથી પસાર થઇ ચૂક્યા છે. મેં અત્યાર સુધી જે અનુભવ કર્યો તેમણે પણ આવો અનુભવ કર્યો છે. આ ફક્ત તે જ અનુભવ કરી શકે જે વ્યક્તિ આમાંથી પસાર થયા છે. તે જ તે ભાવનાઓ અને ક્ષણને અનુભવ કરી શકે છે.





