Rishabh Pant Health Update: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને 4 જાન્યુઆરીએ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. તેને વધારે સારવાર માટે મુંબઈ એરલિફ્ટ કરાયો છે. બીસીસીઆઇએ (BCCI) જાણકારી આપી છે કે લિંગામેન્ટ ઇર્જરી માટે ઋષભ પંતની સર્જરી થશે. આવામાં તે અનિશ્ચિતકાળ માટે ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.
બીસીસીઆઇ સચિવ જય શાહે (Jay Shah) પ્રેસ રિલીઝમાં કહ્યું કે ઋષભ પંતને દેહરાદૂનની હોસ્પિટલમાંથી એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવામાં આવ્યો છે. ત્યાં વ્યાવસાયિક એરલાઇન ઉડાન ભરવાની સ્થિતિમાં ન હોવાથી એર એમ્બ્યુલન્સમાં લઇ જવાનો નિર્ણય કર્યો હતો. ઘૂંટણની લિંગામેન્ટની ઇજા માટે મુંબઈમાં તેની સારવાર થશે.
સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન દિનશો પરદીવાલા કરશે સારવાર
બીસીસીઆઈ સચિવ જય શાહે જણાવ્યું કે ઋષભ પંતને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં ભરતી કરાશે. સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના પ્રમુખ અને ઓર્થોસ્કોપી એન્ડ શોલ્ડર સર્વિસના નિર્દેશક ડો. દિનશો પરદીવાલાની દેખરેખમાં સારવાર થશે.
કેન્દ્રીય અનુબંધિત ક્રિકેટરની સારવાર બીસીસીઆઇ કરાવે છે
કેન્દ્રીય અનુબંધિત ક્રિકેટર હોવાના કારણે ઋષભ પંતની ઇજાની સારવાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કરાવશે. બીસીસીઆઇના નક્કી કરાયેલા ડોક્ટર સારવાર કરે છે. ઇજાના કારણે ઋષભ પંત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી અને આઇપીએલ 2023થી બહાર થશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો – ઋષભ પંત માટે દેવદૂત બન્યો બસનો ડ્રાઇવર, તેણે જણાવી આખી ઘટના
ઋષભ પંતનો ઉત્તરાખંડમાં રૂડકી બોર્ડર પાસે અકસ્માત થયો હતો
ઋષભ પંતનો ઉત્તરાખંડમાં રૂડકી બોર્ડર પાસે 30 ડિસેમ્બરે અકસ્માત થયો હતો. દિલ્હીથી રુડકી જતા સમયે કાર ડિવાઇડરથી ટકરાઇ હતી. ભયંકર અકસ્માતમાં તેને પગ, પીઠ અને માથામાં ઇજા પહોંચી છે. અકસ્માત પછી કાર સળગી ગઇ હતી. જોકે પંત કાચ તોડીને બહાર આવી ગયો હતો.