Rishabh Pant Car Accident: ઋષભ પંત અકસ્માત સમયે 67 લાખની કારમાં બેઠો હતો, જાણો કેટલી સંપત્તિ અને કારનો માલિક?

Rishabh Pant Car Accident: ઋષભ પંતની કારને અકસ્માત થયા બાદ તેની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત સમયે ક્રિકેટર મર્સિડીઝ GLC કારમાં હતો. (Rishabh Pant Property and Car Collection) ઋષભ પંત કેટલી સંપત્તિનો માલિક (Rishabh Pant Net Worth) અને કેવું છે તેનું કાર કલેક્શન.

Written by Kiran Mehta
Updated : December 30, 2022 18:27 IST
Rishabh Pant Car Accident: ઋષભ પંત અકસ્માત સમયે 67 લાખની કારમાં બેઠો હતો, જાણો કેટલી સંપત્તિ અને કારનો માલિક?
ઋષભ પંત સંપત્તિ અને કાર કલેક્શન

Rishabh Pant Property and Car Collection: ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર ઋષભ પંતનો ઉત્તરાખંડમાં રૂરકી બોર્ડર પાસે અકસ્માત થયો હતો. રિષભ પંતને ગંભીર ઈજા થઈ છે અને તેને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે, રિષભ પંત ખૂબ જ તેજ ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો અને તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી કારમાં આગ લાગી.

GQ ની સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોની યાદીમાં સ્થાન મેળવ્યું

25 વર્ષીય ભારતીય ક્રિકેટર ઋષભ પંત મૂળ રૂરકી, ઉત્તરાખંડનો છે અને તે તેની લક્ઝરી અને ભવ્ય જીવનશૈલી માટે જાણીતો છે. વર્ષ 2020-21 માટે GQ ના સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોની યાદીમાં રિષભ પંતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઋષભ પંત પાસે કેટલી મિલકતો છે? (Rishabh Pant Net Worth)

વર્ષ 2021માં ઋષભ પંતની કુલ નેટવર્થ 47 કરોડ રૂપિયા (ઋષભ પંત સંપત્તિ) અંદાજવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંતની દિલ્હી, રૂરકી, હરિદ્વાર અને દેહરાદૂનમાં પ્રોપર્ટી છે.

ઋષભ પંત એકથી વધુ લક્ઝરી વાહનોના માલિક છે

ભારતીય ક્રિકેટર ઋષભ પંત પણ લક્ઝરી વાહનોનો શોખીન છે. પંતે 2017માં Audi A8 ખરીદી હતી, જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, ફોર્ડ મસ્ટંગ અને મર્સિડીઝ જીએલઈ જેવા વાહનો પણ છે.

અકસ્માત સમયે ઋષભ પંત મર્સિડીઝ જીએલસીમાં સવાર હતો

અકસ્માત સમયે ઋષભ પંત (Rishabh Pant Car Accident News) મર્સિડીઝ જીએલસીમાં સવાર હતો. તે પ્રીમિયમ એસયુવી છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 61 લાખની આસપાસ છે અને ટોપ મોડલ 67 લાખની આસપાસ આવે છે.

વર્ષ 2016માં ઋષભ પંતને IPLની હરાજીમાં 1.9 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે ઋષભ પંતને પૂછવામાં આવ્યું કે, તે આ પૈસાનું શું કરશે? તો તેણે કહ્યું કે મારે ઘર અને કાર ખરીદવી છે… હસતાં હસતાં કહ્યું, ‘કાર સરસ હશે, મને ખબર નથી કે કઈ કાર ખરીદવી અને તેના કેટલા પૈસા થશે. હા, એક વાત ખબર છે કે, ક્રિકેટ રમતી વખતે, ક્રિકેટ રમો, બીજી વસ્તુઓ આપોઆપ આવી જશે.

આ પણ વાંચો રિષભ પંત કાર અસ્માત: મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ, પંતને થઇ ગંભીર ઇજા

i20 ખરીદવાનું સપનું હતું

ઈન્ટરવ્યુમાં ઋષભ પંતે કહ્યું હતું કે, તેની દિલથી ઈચ્છા હતી કે i20 તેની પહેલી કાર હોય. તેણે કહ્યું હતું કે, મારી પાસે 100 કરોડ રૂપિયા હોવા છતાં પણ હું મારી પહેલી કાર તરીકે i20 ખરીદવા માંગુ છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ