Roger Binny Next BCCI President News: સૌરવ ગાંગુલીના સ્થાને ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI)નવા અધ્યક્ષ બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સચિવ તરીકે પોતાની બીજી ઇનિંગ્સ યથાવત્ રાખશે. જય શાહ આ સિવાય આઈસીસી બોર્ડમાં સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે રોજર બિન્ની 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી બીસીસીઆઈની એજીએમમાં આધિકારિક રુપથી પદભાર સંભાળશે. કોઇપણ પદ માટે ચૂંટણી યોજાશે નહીં કારણ કે બધા ઉમેદવારો સર્વસંમત્તિથી પસંદ કરવામાં આવ્યા છે.
રાજીવ શુક્લાએ એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે આઈસીસી બોર્ડના અધ્યક્ષ પદ માટે ભારતના પ્રતિનિધિત્વનો નિર્ણય 18 ઓક્ટોબરે બીસીસીઆઈની એજીએમમાં થશે. બીસીસીઆઈના પૂર્વ સચિવ નિરંજન શાહે પણ કહ્યું કે બધા પદો માટે નામાંકન દાખલ કરી દેવામાં આવ્યા છે.
અરુણ ધૂમલને આઈપીએલની કમાન
અરુણ સિંહ ધૂમલ બ્રજેશ પટેલના સ્થાને આઈપીએલના ચેરમેનનું પદ સંભાળશે. અરુણ ધૂમલ અત્યાર સુધી બીસીસીઆઈના કોષાધ્યક્ષ હતા. હવે તેમના સ્થાને આ પદની જવાબદારી મહારાષ્ટ્ર ભાજપાના કદાવર નેતા અને ધારાસભ્ય આશિષ શેલાર નિભાવશે. રાજીવ શુક્લા બીસીસીઆઈ પદાધિકારીઓમાં સામેલ એકમાત્ર કોંગ્રેસી નેતા છે.
આ પણ વાંચો – ઉર્વશી રૌતેલાએ શેર કરી માથામાં સિંદૂર પુરાવેલી તસવીર, લખ્યું-આનાથી પ્રિય કશું જ નથી!
ગાંગુલીને આઈપીએલના ચેરમેન પદની થઇ હતી ઓફર
સૌરવ ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા રહેવા ઇચ્છુક હતા. જોકે તેમને બતાવવામાં આવ્યું કે બોર્ડ અધ્યક્ષને બીજો કાર્યકાળ આપવાનું ચલણ નથી. સમાચાર એજન્સી પીટીઆઈના મતે ગાંગુલીને આઈપીએલના ચેરમેન બનવાની ઓફર કરવામાં આવી હતી. જોકે ગાંગુલીએ તેનો અસ્વીકાર્ય કર્યો હતો.