IND vs ENG: રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા. આ મેચમાં તેણે રાહુલ દ્રવિડ સાથે ક્રિસ ગેલને પાછળ છોડી દીધા છે. તેણે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. આ સાથે જ તે હવે ભારત માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. આ હિટમેન હવે વનડેમાં સૌથી વધુ છગ્ગા મારનાર વિશ્વનો બીજો ખેલાડી છે. આ મેચમાં તેણે રાહુલ દ્રવિડ અને ક્રિસ ગેલને પાછળ છોડી દીધા છે.
રોહિત શર્મા ચોથો ભારતીય ખેલાડી બન્યો
ભારત તરફથી વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 18426 રન બનાવ્યા છે. આ ઉપરાંત વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેણે ભારત માટે વનડેમાં 13,906 રન બનાવ્યા છે. સૌરવ ગાંગુલી આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેણે 11363 રન બનાવ્યા છે. હવે રોહિત શર્મા ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેના નામે હવે 10894 રન છે. તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે, જેણે 10889 રન બનાવ્યા છે.
ભારત માટે સૌથી વધુ વનડે રન બનાવનારા ખેલાડીઓ:
- 18,426 – સચિન તેંડુલકર
- 13,906 – વિરાટ કોહલી
- 11,363 – સૌરવ ગાંગુલી
- 10,894* – રોહિત શર્મા
- 10,889 – રાહુલ દ્રવિડ
આ સાથે જ રોહિતે આ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. ક્રિસ ગેઇલના નામે 331 છગ્ગા હતા. આ મેચમાં રોહિતે 3 છગ્ગા ફટકારીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. રોહિત હવે 332 છગ્ગા સાથે વનડેમાં સૌથી વધુ છગ્ગા મારનાર વિશ્વનો બીજો ખેલાડી છે.
આ પણ વાંચો: મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું, આજે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા
વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ:
- 351 શાહિદ આફ્રિદી
- 332 રોહિત શર્મા*
- 331 ક્રિસ ગેલ
- 270 સનથ જયસૂર્યા
- 229 એમએસ ધોની
- 220 ઓઇન મોર્ગન
રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા 76 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી છે. તે 79 બોલમાં 7 સિક્સર અને 11 ચોગ્ગાની મદદથી 111 રન બનાવ્યા છે.