IND vs NZ: રોહિત શર્માના નામે મોટો રેકોર્ડ, ICC ફાઇનલમાં આવું કરનાર ત્રીજો ભારતીય કેપ્ટન

Champions Trophy Final: રોહિત શર્મા આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં 50 કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. તેની પહેલા ફક્ત સૌરવ ગાંગુલી અને એમએસ ધોની જ આવી સિદ્ધિ મેળવી શક્યા છે.

Written by Rakesh Parmar
March 09, 2025 21:06 IST
IND vs NZ: રોહિત શર્માના નામે મોટો રેકોર્ડ, ICC ફાઇનલમાં આવું કરનાર ત્રીજો ભારતીય કેપ્ટન
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ 2025 માં ન્યુઝીલેન્ડ સામે દુબઈમાં રોહિત શર્માનો ધમાકો (તસવીર: ICC/X)

રોહિત શર્માએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 41 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ સાથે તેણે 18 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો છે. ICC ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પહેલી વાર 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્મા 2007 માં પહેલી વાર ICC ફાઇનલ (ટી20 વર્લ્ડ કપ) રમ્યો હતો. ત્યારથી આ તેનો 9મી ICC ફાઇનલ છે. જોકે આ પહેલી વાર હતું જ્યારે તેણે 50 થી વધુ રન બનાવ્યા છે.

આ સાથે રોહિત શર્મા પણ સૌરવ ગાંગુલી અને એમએસ ધોનીના ક્લબમાં સામેલ થઈ ગયો છે. રોહિત શર્મા આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં 50 કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. તેની પહેલા ફક્ત સૌરવ ગાંગુલી અને એમએસ ધોની જ આવી સિદ્ધિ મેળવી શક્યા છે.

આ પણ વાંચો: આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે અને ક્યાં રમાશે?

ICC ફાઇનલમાં ભારતનો સૌથી વધુ સ્કોર

117 રન: સૌરવ ગાંગુલી (કેપ્ટન તરીકે / 2000 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ)97 રન: ગૌતમ ગંભીર (2011 વનડે વર્લ્ડ કપ ફાઇનલ)91 રન*: એમએસ ધોની (કેપ્ટન તરીકે/2011 વનડે વર્લ્ડ કપ ફાઇનલ)89 રન: અજિંક્ય રહાણે (2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ)82 રન: વીરેન્દ્ર સેહવાગ (2003 વનડે વર્લ્ડ કપ ફાઇનલ)77 રન: વિરાટ કોહલી (2014 ટી20 વર્લ્ડ કપ ફાઇનલ)76 રન: હાર્દિક પંડ્યા (2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ)76 રન: વિરાટ કોહલી (2024 ટી20 વર્લ્ડ કપ ફાઇનલ)75 રન: ગૌતમ ગંભીર (2007 ટી20 વર્લ્ડ કપ ફાઇનલ)

ICC ODI ફાઇનલમાં ટોચની 6 ઓપનિંગ ભાગીદારી

172: એડમ ગિલક્રિસ્ટ/મેથ્યુ હેડન વિરુદ્ધ શ્રીલંકા, 2007 ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ141: સૌરવ ગાંગુલી/સચિન તેંડુલકર વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2000 ચેમ્પિયન્સ ટ્રોફી129: જ્યોફ્રી બોયકોટ/માઇક બ્રિયરલી વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, 1979 ક્રિકેટ વર્લ્ડ કપ128: ફખર ઝમાન/અઝહર અલી વિરુદ્ધ ભારત, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી105 રન: એડમ ગિલક્રિસ્ટ/મેથ્યુ હેડન વિરુદ્ધ ભારત, 2003 ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ105 રન: રોહિત શર્મા/શુભમન ગિલ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ