Team India T20 Team Transition: ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટ પરાજય પછી ભારતીય ટીમ બહાર થઇ ગઇ છે. આ દરમિયાન સમાચાર છે કે ભારતની ટી-20 ટીમમાં આગામી 24 મહિનામાં મોટા ફેરફાર થશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર અશ્વિન જેવા સીનિયર ખેલાડીઓની ધીરે-ધીરે ક્રિકેટના નાના ફોર્મેટમાંથી હકાલપટ્ટી થશે. સમાચાર એજન્સી પીટીઆઈના મતે બીસીસીઆઈના સૂત્રોએ આ જાણકારી આપી છે.
માનવામાં આવી રહ્યું છે કે અશ્વિન અને દિનેશ કાર્તિક પોતાની અંતિમ મેચ રમી લીધી છે. કોહલી અને રોહિત પોતાના ભવિષ્ય પર જાતે નિર્ણય કરશે. આગામી ટી-20 વર્લ્ડ કપને હજુ બે વર્ષ દૂર છે અને હાર્દિક પંડ્યાને નવી ટીમનો કેપ્ટન બનાવી શકાય છે. બીસીસીઆઈના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે બીસીસીઆઈ ક્યારે કોઇને નિવૃત્તિ માટે કહેતું નથી. આ એક વ્યક્તિગત નિર્ણય છે. જોકે 2023માં ફક્ત થોડી જ આંતરરાષ્ટ્રીય મેચ થવાની છે. આવામાં મોટાભાગના સીનિયર ખેલાડી તે દરમિયાન વન-ડે અને ટેસ્ટ મેચમાં ધ્યાન કેન્દ્રીત કરશે. જો તમે નથી ઇચ્છતા તો તમારે નિવૃત્તિની જાહેરાત કરવાની જરુર નથી. તમે મોટાભાગના સીનિયર્સને આગામી વર્ષે ટી-20 રમતા જોશો નહીં.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત, આ 5 કારણો ટીમ ઇન્ડિયાને પડ્યા ભારે
દ્વવિડે કહ્યું- ટ્રાંજિશન વિશે વાત કરવી ઉતાવળ ગણાશે
ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત સીનિયર ખેલાડીઓના ભવિષ્ય વિશે પૂછવા પર કહ્યું કે ટ્રાંજિશન વિશે વાત કરવી ઉતાવળ ગણાશે. સેમિ ફાઇનલ મેચ પછી આ વિશે વાત કરવી ઉતાવળ ગણાશે. અમારી પાસે આના પર વિચાર કરવા માટે કેટલાક વર્ષ છે.
હવે વન-ડે પર ધ્યાન રહેશે
આગામી વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ થવાનો છે. આ પહેલા ટીમ ઇન્ડિયા 25 વન-ડે મેચ રમશે. આવામાં ટી-20 મુકાબલા ઘણા ઓછા રમાશે. ટીમ ઇન્ડિયાના એફટીપી કેલેન્ડરની વાત કરવામાં આવે તો આગામી સપ્તાહે ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ટી-20 શ્રેણી સાથે ફક્ત 12 ટી-20 મેચ રમશે.