એએફસી એશિયન કપ ક્વોલિફાયર પહેલા ભારતીય ફૂટબોલ ટીમમાં એક આશ્ચર્યજનક નામ સામે આવ્યું છે. આ નામ એવા ખેલાડીનું છે જે ઓસ્ટ્રેલિયા માટે છેલ્લા એક દાયકા સુધી ફૂટબોલ રમ્યો છે અને હવે તે ભારત માટે રમવા માટે તૈયાર છે. આ ખેલાડીનું નામ રાયન વિલિયમ્સ (Ryan Williams) છે. રેયાન 2013 માં ઓસ્ટ્રેલિયા માટે અંડર-20 વર્લ્ડકપ રમ્યો છે. પરંતુ હવે તે ઓસ્ટ્રેલિયાની નાગરિક્તા છોડી ભારત માટે રમવાનું મન બનાવી લીધુ છે.
31 વર્ષીય મિડફિલ્ડરનો જન્મ પર્થમાં થયો હતો. તેની માતા મુંબઈ સ્થિત એંગ્લો-ઇન્ડિયન પરિવારમાંથી આવે છે. રાયન અંડર-20 અને અંડર-23 સ્તરે ઓસ્ટ્રેલિયા માટે ફૂટબોલ રમ્યો છે. તે 2019 માં દક્ષિણ કોરિયા સામે અવેજી ખેલાડી તરીકે રાષ્ટ્રીય ટીમ માટે પણ રમ્યો હતો. તે અંગ્રેજી ક્લબ ફુલહામ અને પોર્ટ્સમાઉથ માટે પણ રમી ચૂક્યો છે.
આ પણ વાંચો: દર મહિને 4 નહીં, 10 લાખ રૂપિયા આપો, મોહમ્મદ શમીની પત્નીની માંગણી પર સુપ્રીમ કોર્ટ એક્શનમાં
રાયન 2023 ઇન્ડિયન સુપર લીગમાં બેંગલુરુ એફસી ટીમનો પણ ભાગ હતો. ભારતીય ફૂટબોલ ટીમનો કેમ્પ ગુરુવારથી શરૂ થયો હતો. ટીમ 18 નવેમ્બરે ઢાકામાં બાંગ્લાદેશ સામે AFC એશિયન કપ ક્વોલિફાયરની પહેલી મેચ રમશે. એવું માનવામાં આવે છે કે રાયનના ટીમ ઈન્ડિયામાં જોડાવાની વાત તે મેચ પહેલા જ કન્ફર્મ થઈ ગઈ હશે. રાયનના ભારતમાં ભાગ લેવાના સમાચાર સૌપ્રથમ ભારતીય ફૂટબોલ દિગ્ગજ સુનિલ છેત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રાઝિલના એક ખેલાડીનો પણ સમાવેશ થાય છે!
છેત્રીએ રાયનને પોતાનો ભારતીય પાસપોર્ટ આપતા પહેલા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સ્ટ્રીટ ફૂડ વિશે અનેક પ્રશ્નો પૂછ્યા હતા. આનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પણ સામે આવ્યો છે. રાયન ઉપરાંત ભારતીય ટીમમાં બીજો એક નવો ઉમેરો 27 વર્ષીય ડિફેન્ડર અબનીત ભારતીનો છે. અબનીત બ્રાઝિલમાં રહેતો ભારતીય નાગરિક છે અને બોલિવિયામાં ફર્સ્ટ ડિવિઝન ક્લબ માટે પણ રમી ચૂક્યો છે. ભારતીય ફૂટબોલ ટીમને બ્રાઝિલમાં ભારતીય દૂતાવાસ દ્વારા તેના વિશે ખબર પડી.





