scorecardresearch

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સચિન તેંડુલકર અને BCCI અંડર-19 મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયનનું સન્માન કરશે

Narendra Modi Stadium: સચિન તેંડુલકર અને બીસીસીઆઈના પદાધિકારી 1 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 6.30 કલાકે અંડર-19 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને સન્માનિત કરશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સચિન તેંડુલકર અને BCCI અંડર-19 મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયનનું સન્માન કરશે
અંડર-19 આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની. ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો (તસવીર – @BCCIWomen)

Narendra Modi Stadium: ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) પદાધિકારીઓ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)ખાતે અંડર-19 મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ક્રિકેટર્સનું સન્માન કરશે. બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ ધનરાજ નથવાણીએ પણ એક પ્રેસ વિજ્ઞપ્તિમાં આ માહિતી આપી હતી.

બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટમાં કહ્યું હતું કે મને બતાવતા આનંદ થઇ રહ્યો છે કે ભારત રત્ન સચિન તેંડુલકર અને બીસીસીઆઈના પદાધિકારી 1 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 6.30 કલાકે અંડર-19 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને સન્માનિત કરશે. યુવા ક્રિકેટર્સે ભારતને ગૌરવાન્વિત કર્યા છે અને અમે તેમની ઉપલબ્ધિઓનું સન્માન કરીશું.

આ પણ વાંચો – ક્રિકેટર બનાવવા માટે પિતાએ વેચ્યું જિમ અને ખેતર, પુત્રીએ ભારતને બનાવ્યું વર્લ્ડ ચેમ્પિયન

ટીમ અને સપોર્ટ સ્ટાફને 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત

આ સિવાય બીસીસીઆઈના સચિવ જય શાહે ટીમ અને સપોર્ટ સ્ટાફને 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે અંડર 19 ટીમને અભિનંદન. આ એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ છે. આપણા યુવા ક્રિકેટર્સે દેશને ગૌરવાન્વિત કર્યું છે. વર્લ્ડ કપના વિજયે મહિલા ક્રિકેટનું કદ ઘણું ઊંચું કરી દીધું છે. પુરુસ્કાર રાશિના રૂપમાં આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે. આ નિશ્ચિત રુપે એક પથ-પ્રદર્શક વર્ષ છે.

ઇંગ્લેન્ડને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ

અંડર-19 આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં 68 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે જ ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી છે.

Web Title: Sachin tendulkar and bcci to felicitate u 19 womens world cup winning cricketers in ahmedabad narendra modi stadium

Best of Express