નીતિન શર્મા : 10 વર્ષ પહેલા ગોંગડી રેડ્ડીએ પોતાનું જિમ બંધ કરવા અને ફિટનેસ ટ્રેનરની નોકરી છોડવાનો આકરો નિર્ણય લેવો પડ્યો હતો. તેમણે આ નિર્ણય પોતાની એકમાત્ર દિકરી ગોંગડી ત્રિશાને ક્રિકેટર બનાવવાના સપનાને પુરા કરવા માટે લેવો પડ્યો હતો. ગોંગડી રેડ્ડીનું જિમ તત્કાલિન આંધ્ર પ્રદેશના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં સ્થિત ભદ્રાચલમાં હતું. ગોંગડી રેડ્ડી પોતે હોકી પ્લેયર રહી ચૂક્યા છે. તે અંડર-16 હોકી ટૂર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમના સભ્ય પણ રહી ચૂક્યા છે.
ગોંગડી રેડ્ડીએ પુત્રીને પ્રશિક્ષણ માટે પોતાનું જિમ બંધ કરી દીધું હતું અને ચાર એકરનું ખેતર પણ વેચી દીધું હતું. રવિવારે 29 જાન્યુઆરીએ હૈદરાબાદની આ યુવા ખેલાડીએ 24 રનની ઇનિંગ્સ રમી અને સૌમ્યા તિવારી સાથે 46 રનની ભાગીદારી કરીને ભારતને મહિલા 19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતની મહિલા ક્રિકેટે પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી છે.
હું ઇચ્છતો હતો કે મારું સંતાન ક્રિકેટ રમે – ગોંગડી રેડ્ડી
સિકંદરાબાદથી ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં દીકરીના પિતાએ કહ્યું કે હું ફિટનેસ વેપાર અને નોકરી કર્યા પહેલા રાજ્યની અંડર-16 હોકી ટીમમાં રમતો હતો. હું હોકી સાથે-સાથે ક્રિકેટ પણ રમતો હતો. હું ઇચ્છતો હતો કે મારું સંતાન ક્રિકેટ રમે. ત્રિશા શરૂઆતમાં ભદ્રાચલમમાં રમતી હતી, જોકે તેના ક્રિકેટર બનવાના સપનાને આગળ વધારવા માટે સિકંદરાબાદમાં સ્થળાંતરિત થવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
ગોંગડી રેડ્ડીએ જણાવ્યું કે આ કારણે મારે પોતાનું જિમ એક સંબંધીને બજાર કિંમતથી 50 ટકા ઓછી કિંમતે વેચવું પડ્યું. પછી પુત્રીના પ્રશિક્ષણ માટે પોતાની 4 એકરનું ખેતર પણ વેચી નાખ્યું હતું. ભારતને અંડર-19 વર્લ્ડ કપમાં તેને જીતવી જોવી ત્રિશાના ઝનૂનનું પ્રતિફળ છે. આ પ્રકારની જીત માટે હું કોઇપણ નુકસાનને સહન કરી શકું છું.
આ પણ વાંચો – અંડર-19 મહિલા વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ, મહિલા ક્રિકેટમાં પ્રથમ વખત ICC ટ્રોફી જીતી
આઈટીસીમાં કામ કરવા અને જિમનું સંચાલન કરવાના કારણે ગોંગડી રેડ્ડી હંમેશા મોડી રાત્રે ઘરે પરત ફરતા હતા. જૂના દિવસોને યાદ કરતા ગોંગડીએ કહ્યું કે જ્યારે ત્રિશાનો જન્મ થયો તો મેં પત્નીને કહ્યું હતું કે તે ટીવી જોવાનું શરૂ કરશે તો અમે કાર્ટૂનને બદલે ટીવી પર ક્રિકેટ મેચ દેખાડીશું.
અઢી વર્ષની ઉંમરમાં પ્લાસ્ટિકના બેટ-બોલથી રમાડવાની શરૂઆત કરી
જે રેડ્ડીએ કહ્યું કે જ્યારે તે અઢી વર્ષની હતી તો મેં તેને પ્લાસ્ટિકનું બેટ અને બોલથી રમાડવાની શરૂઆત કરી હતી. જ્યારે તે પાંચ વર્ષની હતી તો હું તેને પોતાની સાથે જિમ લઇ જતો હતો અને તેની સામે 300થી વધારે થ્રોડાઉન ફેંકતો હતો. આ પછી મેં સ્થાનીય મેદાનમાં સીમેન્ટની એક પિચ બનાવી દીધી હતી. મારો મોટા ભાગનો સમય નોકરી અને જિમના બદલે તેને કોચિંગ આપવામાં પસાર થતો હતો.

ત્રિશાની બેટિંગનો એક વીડિયો બનાવી એકેડમીમાં મોકલ્યો
2012માં ગોંગડી રેડ્ડીએ નેટ્સમાં ત્રિશાની બેટિંગનો એક વીડિયો બનાવ્યો અને હૈદરાબાદમાં સેન્ટ જોન્સ એકેડમીમાં કોચ જોન મનોજ અને શ્રીનિવાસને બતાવ્યો હતો. એકેડમીના નિર્દેશક મનોજે જણાવ્યું કે જ્યારે તેના પિતા અમને દેખાડવા માટે ત્રિશાની બેટિંગનો વીડિયો લઇને આવ્યો તો અમે તેને બેટિંગની ગતિ અને હાથ-આંખોના સમન્વયથી પ્રભાવિત થયા. સાત વર્ષની નાની ઉંમરમાં આટલી ગતિ અને સમન્વય હોવું શાનદાર હતું.
મનોજે જણાવ્યું કે હું અને શ્રીનિવાસ ઇચ્છતા હતા કે તે લેગ સ્પિનર બને. આટલી નાની ઉંમરમાં રમતનું ટેકનિકલ જ્ઞાન હોવાનો અર્થ હતો કે તે લેગ સ્પિનરના રૂપમાં પ્રશિક્ષણ લેવા માટે તૈયાર હતી. તે અનિલ કુંબલેની નકલ કરીને તેજ અને લેગ બ્રેક ફેકતી હતી.
ત્રિશા 2014-15 સિઝનમાં આંતર રાજ્ય ટૂર્નામેન્ટમાં હૈદરાબાદ અંડર-16 ટીમ તરફથી રમી અને પછી આગામી વર્ષે અંડર-19 અને અંડર-23ની ટીમમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. આ પછી અંડર-19 ચેલેન્જર ટ્રોફી માટે પસંદ થઇ હતી.