સંજૂ સેમસને ગિલ અને તિલક વર્માની ચિંતા વધારી, સતત ચોથી મેચમાં 50+ સ્કોર બનાવ્યો

કેરળ ક્રિકેટ લીગની 22મી મેચમાં કોચી બ્લુ ટાઇગર્સ માટે ઓપનર તરીકે રમતા સેમસનની ઇનિંગમાં નવ સિક્સર અને બે ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેના નો-લુક સિક્સમાંથી એકે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Written by Rakesh Parmar
September 01, 2025 16:29 IST
સંજૂ સેમસને ગિલ અને તિલક વર્માની ચિંતા વધારી, સતત ચોથી મેચમાં 50+ સ્કોર બનાવ્યો
એશિયા કપ પહેલા શુભમન ગિલ અને તિલક વર્મા માટે સેમસનની બેટિંગ ચિંતાનો વિષય છે. (તસવીર: KCL_t20/X)

સંજુ સેમસનનું કેરળ ક્રિકેટ લીગ (KCL) માં શાનદાર પ્રદર્શન ચાલુ છે. તેણે રવિવારે (31 ઓગસ્ટ) ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એલેપ્પી રિપલ્સ સામે કોચી બ્લુ ટાઇગર્સ માટે 41 બોલમાં 83 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 202.44 હતો. તેણે ટુર્નામેન્ટમાં સતત ચોથી ઇનિંગ્સમાં 50+ રન બનાવ્યા છે. તેની ઇનિંગ્સને કારણે કોચી બ્લુ ટાઇગર્સે 3 વિકેટથી જીત મેળવી હતી.

એશિયા કપ પહેલા શુભમન ગિલ અને તિલક વર્મા માટે સેમસનની બેટિંગ ચિંતાનો વિષય છે. અભિષેક શર્મા, સંજુ સેમસન, શુભમન ગિલ અને તિલક વર્મામાંથી 3 ખેલાડીઓ ભારતના પ્લેઇંગ 11નો ભાગ બનશે. સેમસનના ફોર્મને જોતા તે પ્લેઇંગ 11 માં રમશે તે નિશ્ચિત છે. આ કારણે તિલકને બેન્ચ પર બેસવું પડી શકે છે, કારણ કે ગિલ ઉપ-કેપ્ટન છે. ત્યાં જ ગિલને નંબર-3 પર રમવું પડી શકે છે. આ ઉપરાંત મિડલ ઓર્ડરમાં વિકેટકીપર બેટ્સમેન માટે વિકલ્પ રહેલા જીતેશ શર્માને પણ તક માટે રાહ જોવી પડી શકે છે.

સેમસને 186.80 ના સ્ટ્રાઇક રેટથી 368 રન બનાવ્યા

કેરળ ક્રિકેટ લીગની 22મી મેચમાં કોચી બ્લુ ટાઇગર્સ માટે ઓપનર તરીકે રમતા સેમસનની ઇનિંગમાં નવ સિક્સર અને બે ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેના નો-લુક સિક્સમાંથી એકે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જમણા હાથના બેટ્સમેનએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ કરી છે. આ મેચ પહેલા, તેણે 121 (51), 89 (46) અને 62 (37) ની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમની ધમાલ, ચીનને હરાવ્યા બાદ રોમાંચક મેચમાં જાપાનને રગદોળ્યું

કેરળ ક્રિકેટ લીગમાં સંજુ સેમસનનું પ્રદર્શન

સંજુ સેમસન હાલમાં કેરળ ક્રિકેટ લીગમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 5 ઇનિંગમાં 186.80 ના સ્ટ્રાઇક રેટથી 368 રન બનાવ્યા છે. આમાં 3 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે. તેની એવરેજ 73.60 છે. તેણે 24 ચોગ્ગા અને 30 સિક્સર ફટકારી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ