scorecardresearch

સંજૂ સેમસને ફગાવી આયરલેન્ડ ક્રિકેટની ઓફર, કહ્યું- જ્યાં સુધી રમીશ ભારત તરફથી જ રમીશ

આયરલેન્ડ ક્રિકેટે સંજૂ સેમસનને આયરલેન્ડ તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો પ્રસ્તાવ રાખ્યો હતો

સંજૂ સેમસને ફગાવી આયરલેન્ડ ક્રિકેટની ઓફર, કહ્યું- જ્યાં સુધી રમીશ ભારત તરફથી જ રમીશ
સંજૂ સેમસન (Pics – Twitter)

Sanju Samson Rejected the Offer: ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન ન મળવાના કારણે સંજૂ સેમસન (Sanju Samson) ટીમનો નિયમિત સભ્ય બની શક્યો નથી. તેને જોતા આયરલેન્ડ ક્રિકેટે સંજૂ સેમસનને પોતાના દેશ માટે રમવાનો પ્રસ્તાવ આપ્યો છે. જે પછી ભારતીય ક્રિકેટરના જવાબે બધાના દિલ જીતી લીધા છે. સંજૂ સેમસને આયરલેન્ડ તરફથી મળેલી ઓફર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં સુધી રમીશ ભારત તરફથી જ રમીશ.

આયરલેન્ડ ક્રિકેટ પોતાના દેશ તરફથી રમવાની ઓફર કરી હતી

આયરલેન્ડ ક્રિકેટે સંજૂ સેમસનને આયરલેન્ડ તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આયરલેન્ડ તરફથી તેને દરેક મેચમાં રમવાની તક મળશે અને કેપ્ટનશિપની જવાબદારી આપવામાં આવશે. જેના પર ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન સંજૂ સેમસને આ ઓફર ફગાવી દીધી છે.

સંજૂ સેમસને ઓફર ફગાવી

એક રિપોર્ટ પ્રમાણે સંજૂ સેમસને આયરલેન્ડ ક્રિકેટનો આભાર વ્યક્ત કરતા તેમના પ્રસ્તાવને સ્વીકાર કરવાની મનાઇ કરી દીધી હતી. મનાઇ કર્યા પછી તેણે કહ્યું કે જ્યાં સુધી રમીશ ભારત તરફથી જ રમીશ. ભારત સિવાય કોઇ દેશ વિશે રમવા વિશે વિચાર પણ કરી શકતો નથી.

આ પણ વાંચો – ઇશાન કિશને વન-ડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારના ખેલાડી બન્યા

સેમસનને 2022માં ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેની એશિયા કપ-2022માં પણ પસંદગી કરવામાં આવી ન હતી. સેમસનને હાલમાં બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં પણ સ્થાન મળ્યું ન હતું. તે ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમનો સભ્ય હતો પણ તેને એકપણ મેચમાં રમવાની તક આપી ન હતી.

સંજૂ સેમસનની કારકિર્દી

સંજૂ સેમસને 2015માં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને ક્યારેય સતત તક મળી નથી. પહેલા જ્યારે તક મળી ત્યારે તે પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો ન હતો. જોકે વર્તમાન સમયમાં તે લિમિટેડ ઓવર ક્રિકેટમાં ભારતના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે. સેમસને 11 વન-ડેમાં 330 અને 16 ટી-20 મેચમાં 296 રન બનાવ્યા છે.

Web Title: Sanju samson rejected ireland cricket board offer said i will play for india

Best of Express