/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Sanjay-Bangar-daughter-Anaya-Bangar.jpg)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સંજય બાંગરની દીકરી અનાયા બાંગરનો ખુલાસો (તસવીર: anayabangar/instagram)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સંજય બાંગરની દીકરી અનાયા બાંગર (જે સર્જરી બાદ છોકરામાંથી છોકરી બની) એ સનસનીખેજ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, તેને એક ક્રિકેટર્સે નગ્ન તસવીરો મોકલી હતી. અનાયા બાંગર પહેલા પુરૂષ હતી અને તેનું નામ આર્યન હતું, પરંતુ ગત વર્ષે હોરમોનલ રિપ્લેસમેન્ટ થેરેપી અને જેન્ડર રિઅફર્મિંગ સર્જરી બાદ તે છોકરી બની ગઈ અને પછી પોતાનું નામ અનાયા રાખ્યું.
અનાયાનો સનસનીખેજ ખુલાસો
અનાયાએ ખુલાસો કર્યો કે જેન્ડર રીઅફર્મિંગ સર્જરી બાદ તેણે પોતાના ક્રિકેટ કરિયરને આગળ વધારવા માટે ઘણી અડચણો આવી જે હાલમાં યૂનાઈટેડ કિંગડમમાં રહે છે. અનાયાનો સંબંધ શરૂઆતથી જ સરળ રહ્યો નથી અને તાજેતરમાં જ તેણે લલ્લનટોપને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. હવે અનાયાને પૂછવામાં આવ્યુ કે તમને ક્યારે અનુભવ થયો કે તમે ખોટા જેન્ડરમાં છો. તેનો જવાબ આપતા તેણે કહ્યું કે, જ્યારે તે 8 કે 9 વર્ષની હતી ત્યારે હું મારી માતાના કબાટમાંથી કપડા નિકાળતી હતી અને તેને પહેરતી હતી. પછી હું પોતાના અરિસામાં જોતી હતી કે હું છોકરી જ છું અને તે જ બનાવા માંગુ છું.
સરફરાજ, યશસ્વી સાથે ક્રિકેટ રમી છે
અનાયાએ જણાવ્યું કે, હું મુશીર ખાન, સરફરાજ ખાન, યશસ્વી જયસ્વાલ જેવા કેટલાક નામી ક્રિકેટરો સાથે ક્રિકેટ રની છે પરંતુ હું મારા વિશે બધુ છુપાવીને રાખતી હતી કારણ કે મારા પિતાજી દેશમાં એક જાણીતું નામ છે. અને ક્રિકેટની દુનિયા અસુરક્ષા અને ટોક્સિક મર્દાનગીથી ભરેલ છે. અનાયાને પૂછવામાં આવ્યું કે જ્યારે તમે લિંગ પરિવર્તન કરાવ્યું તો પછી તમારા સાથી ક્રિકેટર્સે શું પ્રતિક્રિયા આપી હતી. તેના પર તેમણે કહ્યું કે કેટલાકે સમર્થન આપ્યું અને કેટલાકા મારૂ ઉત્પીડન પણ કર્યું.
આ પણ વાંચો: આ મહાન ખેલાડી બેટિંગ કરવા આવ્યો, અમ્પાયરે બેટ બદલાનું કહ્યું, જાણો શું છે મામલો
ક્રિકેટર્સ નગ્ન તસીવીરો મોકલતા હતા
અનાયાને પૂછવામાં આવ્યું કે કયા પ્રકારનું ઉત્પીડન તો તેમણે કહ્યું કે કેટલાક ક્રિકેટર એવા પણ રહ્યા છે જેમણે મને પોતાની નગ્ન તસવીરો મોકલી છે. તેમણે એક એવા વ્યક્તિ વિશે જણાવ્યું કે જે ગાળો આપતા હતા. તમણે કહ્યું કે તે વ્યક્તિ તેમને બધાની સામે ગાળો આપતો હતો. પછી તેજ વ્યક્તિ મારી પાસે આવીને બેસતો હતો અને મારી તસવીરો માંગતો હતો.
વધુ એક ઘટના બની જ્યારે હું ભારતમાં બતી ત્યારે મેં એક જૂના ક્રિકેટરને મારી સ્થિતિ વિશે જણાવ્યું. તેણએ મને કહ્યું કે ચલો કારમાં જઈએ, હું તારી સાથે ઊંઘણા માંગુ છું. બાંગરની માફક અનાયા પણ એક ક્રિકેટર છે, જેણે સ્થાનિક ક્લિબ ક્રિકેટમાં ઇસ્લામ જિમખાનાનું પ્રતિનિધ્વ કર્યું છે. આ સિવાય ડાબા હાથની આ બેટર લીસેસ્ટરશાયરના હિંકલ ક્રિકેટ ક્લબ માટે પણી રમી ચુકી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us