/indian-express-gujarati/media/media_files/2026/02/20/sikandar-raza-2026-02-20-08-33-02.jpg)
Sikandar Raza : શિકંદર રઝા ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમનો ખેલાડી છે. Photograph: (Sikandar Raza Instagram)
Sikandar Raza Cricket Record: ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન સિકંદર રઝાએ શ્રીલંકા સામેની ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા હતા. ઝિમ્બાબ્વે એ પોતાની છેલ્લી લીગ મેચમાં કોલંબોમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું અને મોટો અપસેટ સર્જ્યો હતો. ઝિમ્બાબ્વે આ મેચ પહેલા જ સુપર 8માં પહોંચી ચૂક્યું હતું, પરંતુ આ ટીમે સાબિત કરવું પડ્યું હતું કે તેઓએ ઓસ્ટ્રેલિયાને તુક્કેમાં હરાવ્યું નથી અને તેઓએ તે કરી દેખાડ્યું છે.
સિકંદર રઝા આ મેચનો હીરો હતો અને ચોથા નંબર પર બેટિંગ કરી તેણે 173.08 ના સ્ટ્રાઇક રેટથી તેની ટીમ માટે માત્ર 26 બોલમાં 45 રન બનાવી મેચની દિશા બદલી નાંખી હતી. તેણે તેની ઇનિંગ્સ દરમિયાન 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા તેમજ 4 ઓવર બોલીંગ કરી હતી, પરંતુ તેણે 36 રન બનાવ્યા હોવાથી તેને કોઈ સફળતા મળી ન હતી. જીત બાદ રઝાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને તેને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વખત આ ટાઇટલ જીતવાનું ગૌરવ મળ્યું હતું.
સિકંદર T20I માં 20મી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો
સિકંદર રઝા 20 વખત પ્લેયર ઓફ ધ મેચ બનનારો ફુલ મેમ્બર નેશનનો પ્રથમ ખેલાડી બન્યો છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનારા ખેલાડીઓની યાદીમાં સૂર્યકુમાર યાદવ બીજા ક્રમે છે, જેણે આ સિદ્ધિ 17 વખત મેળવી છે, જ્યારે વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે, જેણે તેની ટી-20 ક્રિકેટ કરિયરમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. મોહમ્મદ નબી અને રોહિત શર્મા એક સાથે ચોથા નંબર પર છે, જેમણે 14-14 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
આ પણ વાંચો | અદિતિ હુંડિયા કોણ છે? ભારતીય ક્રિકેટર ઇશાન કિશન સાથે જોડાઇ રહ્યું છે નામ
સિકંદરે તોડ્યો રોહિતનો વર્લ્ડ રેકોર્ડ
સિકંદર રઝાએ પણ રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને આઇસીસી ઈવેન્ટમાં સૌથી મોટી ઉંમરે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર કેપ્ટન બન્યો છે. સિકંદર રઝાએ 39 વર્ષ અને 301 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે રોહિત શર્માએ 37 વર્ષ અને 331 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તો ટી20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનારા ખેલાડીઓની યાદીમાં સિકંદર રઝા બીજા ક્રમે આવ્યો હતો. તેણે 39 વર્ષ અને 279 દિવસની ઉંમરે ટી-20 વર્લ્ડ કપ જીતનાર શોએબ મલિકને પાછળ છોડી દીધો.
ICC ટૂર્નામેન્ટમાં મોટી ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ જીતનાર કેપ્ટન
- સિકંદર રઝા - 39 વર્ષ 301 દિવસ
- રોહિત શર્મા - 37 વર્ષ 331 દિવસ
- રોહિત શર્મા - 37 વર્ષ 055 દિવસ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us