/indian-express-gujarati/media/media_files/2026/02/18/ishan-kishan-and-aditi-hundia-2026-02-18-15-53-47.jpg)
ઇશાન કિશનનું નામ જયપુરની મોડલ અને મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ અદિતિ હુંડિયા સાથે જોડવામાં આવી રહ્યું છે Photograph: (Instagram/ishan kishan, Aditi Hundia)
Ishan Kishan Girlfriend Photos : ક્રિકેટર ઇશાન કિશન હાલમાં ICC ટી20 વર્લ્ડ કપમાં રમવામાં વ્યસ્ત છે. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે 40 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ચર્ચામાં આવ્યો છે. આ ઇનિંગ્સ સિવાય ઇશાન કિશન તેની ગર્લફ્રેન્ડને લઇને પણ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇશાનનું નામ જયપુરની મોડલ અને મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ અદિતિ હુંડિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.
અદિતિ તેની ગર્લફ્રેન્ડ છે - ઇશાનના દાદા
ઇશાનના દાદા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક નિવેદને આ વાતને વધારે ફેલાવી છે. ઇશાનના દાદા અનુરાગ પાંડેએ અદિતિ વિશે એક નિવેદન આપ્યું હતું કે જે સોશિયલ મીડિયા વાયરલ થયું છે. તેમણે કહ્યું હતું કે ઇશાન જેની સાથે પણ લગ્ન કરે છે અમે તેને સ્વીકારીશું. અદિતિ તેની ગર્લફ્રેન્ડ છે. તે એક મોડલ છે. જેમાં બાળકોની ખુશી હોય તેમાં જ બધાની ખુશી હોવી જોઈએ.
ઇશાન કિશનની માતાએ શું કહ્યું
જોકે ઇશાન કિશનની માતા સુચિત્રા દેવીએ આ અફવાઓને ખોટી બતાવી અને કહ્યું કે તેના માટે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. તેમણે IANS ને કહ્યું કે વાત લગ્નની નથી, હાલ તેના માટે ક્રિકેટ રમવાનો સમય છે. તેની ઉંમર લગ્ન વિશે વાત કરવાની નથી. દાદા થોડા વૃદ્ધ થઈ રહ્યા છે. વૃદ્ધ લોકો હંમેશા થોડા ઉત્સાહિત હોય છે. સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક આવતું રહે છે. તેણે સોશિયલ મીડિયા પર જે જોયું તેના આધારે આ કહ્યું છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : સુપર 8 માં ભારતની મેચો આ તારીખે રમાશે, જાણો કઇ ટીમ સામે ક્યારે ટકરાશે
અદિતિ હુંડિયા કોણ છે?
અદિતિ હુંડિયાનો જન્મ જયપુરમાં થયો હતો. તેણે પોતાનો સ્કૂલનો અભ્યાસ જયપુરની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો હતો. ત્યારબાદ તેણે જયપુરની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BBA કર્યું હતું.
તે 2017 માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ફાઇનલિસ્ટ બનીને દેશભરમાં ચર્ચામાં આવી હતી. મિસ દિવા 2018 નો એવોર્ડ જીત્યા પછી પણ તે સતત ચર્ચામાં રહી છે. તેણે પોતાની ભારતીય ફેશન બ્રાન્ડ, લેબલ અદિતિ હુંડિયા પણ શરુ કરી હતી. તે છેલ્લા કેટલાક વર્ષોમાં IPL મેચો દરમિયાન ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us