SL vs AUS T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, પથુમ નિસાંકાની સદી, શ્રીલંકાનો સુપર-8માં પ્રવેશ, ઓસ્ટ્રેલિયાનો સતત બીજો પરાજય

T20 World Cup 2026 Sri Lanka vs Australia Score : ટી 20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાનો 8 વિકેટે વિજય. પથુમ નિસાંકાના 52 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 100 રન.. આ જીત સાથે શ્રીલંકાએ સુપર 8માં પ્રવેશ કર્યો

T20 World Cup 2026 Sri Lanka vs Australia Score : ટી 20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાનો 8 વિકેટે વિજય. પથુમ નિસાંકાના 52 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 100 રન.. આ જીત સાથે શ્રીલંકાએ સુપર 8માં પ્રવેશ કર્યો

author-image
Ashish Goyal
New Update
Sri Lanka vs Australia Live Score | SL vs Aus Live Score | Live Score Sri Lanka vs Australia

Sri Lanka vs Australia T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, શ્રીલંકા વિ ઓસ્ટ્રેલિયા મેચ અપડેટ્સ

T20 World Cup 2026, Sri Lanka vs Australia Cricket Score Updates : પથુમ નિશાંકાની અણનમ સદી અને કુશલ મેન્ડિસની અડધી સદીની મદદથી શ્રીલંકાએ ટી 20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં શ્રીલંકાએ 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે શ્રીલંકાએ સુપર 8માં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો સતત બીજો પરાજય થયો છે અને તેની સુપર-8ની સફર મુશ્કેલ બની છે.

Advertisment

શ્રીલંકા ઇનિંગ્સ

-પવન રથનાયકેના 15 બોલમાં 6 ફોર સાથે અણનમ 28 રન.

-પથુમ નિસાંકાના 52 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 100 રન.

-કુશલ મેન્ડિસ 38 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 51 રને સ્ટોઇનિસની ઓવરમાં કેચ આઉટ થયો.

-પથુમ નિસાંકાએ 32 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-શ્રીલંકાએ 11.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-કુસલ મેન્ડિસે 35 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-કુશલ પરેરા 3 બોલમાં 1 રને સ્ટોઇનિસની ઓવરમાં કેચ આઉટ થયો.

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ

-શ્રીલંકા તરફથી દુશાન હેમંથાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-માર્કોસ સ્ટોઇનિસ 4 રને ચમીરાનો શિકાર બન્યો.

-કૂપર કોનોલી 4 બોલમાં 3 રને કેચ આઉટ થયો.

-જોશ ઇંગ્લિશ 22 બોલમાં 3 ફોર સાથે 27 રને ચમીરાની ઓવરમાં કેચ આઉટ થયો.

-ગ્લેન મેક્સવેલના 15 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 22 રન.

-ટીમ ડેવિડ 5 બોલમાં 1 ફોર સાથે 6 રને મેન્ડિસનો શિકાર બન્યો.

-મિચેલ માર્શ 27 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે એલબી આઉટ.

-કેમરોન ગ્રીન 7 બોલમાં 3 રને વેલાવાગેની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

-ટ્રેવિસ હેડ 29 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 56 રને હેમંથાનો શિકાર બન્યો.

-મિચેલ માર્શે 25 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ઓસ્ટ્રેલિયાએ 8.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ટ્રેવિસ હેડે 27 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ઓસ્ટ્રેલિયાએ 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment

આ પણ વાંચો - ...તો પાકિસ્તાન સુપર-8માં નહીં કરી શકે ક્વોલિફાય, જાણો ગ્રુપ- A નું સમીકરણ

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઓસ્ટ્રેલિયા  : મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, કેમરોન ગ્રીન, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, કૂપર કોનોલી, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા.

શ્રીલંકા : પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, પવન રથનાયકે, દાસુન શનાકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, દુનિથ વેલાવાગે, દુષન હેમંથા, દુષ્મંથા ચમીરા, મહેશ તિક્ષાના, મતિશા પથિરાના.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ