સ્મૃતિ મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, બની ગઈ આવું કરનાર પ્રથમ ખેલાડી

સ્મૃતિ મંધાનાએ 2025 માં અત્યાર સુધી વનડે ફોર્મેટમાં એક નોંધપાત્ર રેકોર્ડ હાંસલ કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની તેની ઇનિંગ્સમાં 12 રન પૂરા કરતાની સાથે જ મંધાનાએ આ વર્ષે વનડેમાં 1,000 રન પૂરા કર્યા છે.

Written by Rakesh Parmar
October 12, 2025 16:35 IST
સ્મૃતિ મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, બની ગઈ આવું કરનાર પ્રથમ ખેલાડી
સ્મૃતિ મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. (તસવીર: @BCCIWomen/X)

IND vs AUS Womens World Cup Match: આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025 માં ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેનો મુકાબલો વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરી રહી છે અને સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મેદાનમાં ઉતરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જોકે સ્મૃતિ મંધાનાનું બેટ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાંત રહ્યું છે, પરંતુ તે સતત નવા રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ રેકોર્ડનો પણ સમાવેશ થાય છે.

મહિલા વનડેમાં એક વર્ષમાં 1,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી

સ્મૃતિ મંધાનાએ 2025 માં અત્યાર સુધી વનડે ફોર્મેટમાં એક નોંધપાત્ર રેકોર્ડ હાંસલ કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની તેની ઇનિંગ્સમાં 12 રન પૂરા કરતાની સાથે જ મંધાનાએ આ વર્ષે વનડેમાં 1,000 રન પૂરા કર્યા છે. સ્મૃતિ મંધાના મહિલા વનડે ક્રિકેટ ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 1,000 રનનો આંકડો પાર કરનારી પ્રથમ ખેલાડી બની છે. આ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની પાછલી મેચમાં સ્મૃતિએ મહિલા વનડે ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

મંધાનાએ ફક્ત 18 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી

મહિલા વનડેમાં એક વર્ષમાં 1,000 રનનો આંકડો પાર કરનારી પ્રથમ ખેલાડી બનનારી સ્મૃતિ મંધાનાએ ફક્ત 18 ઇનિંગ્સમાં 59.64 ની સરેરાશ સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. મંધાનાએ ચાર સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ વનડે વર્લ્ડ કપ મેચ ટીમ ઇન્ડિયાની ટુર્નામેન્ટની ચોથી મેચ છે. અગાઉની ત્રણ મેચમાંથી તેઓએ બે જીતી છે અને એક હારી છે. ટીમ ઇન્ડિયાએ આ મેચ માટે તેમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ