સ્મૃતિ મંધાના આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા બેટ્સમેન, રોહિત-કોહલીની સાથે એલિટ યાદીમાં જોડાઈ

Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પોતાની ઇનિંગ દરમિયાન ઇતિહાસ રચ્યો છે, તે મહિલા T20I માં 4,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે.

Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પોતાની ઇનિંગ દરમિયાન ઇતિહાસ રચ્યો છે, તે મહિલા T20I માં 4,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Smriti Mandhana 4000 runs

સ્મૃતિ મંધાના ટી-20 માં 4000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. (તસવીર: સોશિયલ મીડિયા)

IND W vs SL W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પોતાની ઇનિંગ દરમિયાન ઇતિહાસ રચ્યો છે, તે મહિલા T20I માં 4,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. મંધાના આ સિદ્ધિ મેળવનાર વિશ્વની બીજી મહિલા બની છે. મંધાના પહેલા ફક્ત સુઝી બેટ્સે આ સિદ્ધિ મેળવી હતી.

Advertisment

મંધાનાએ T20I માં 4000 રન પૂરા કર્યા

સ્મૃતિએ શ્રીલંકા સામે 25 બોલમાં 25 રન બનાવીને T20I ક્રિકેટમાં 4,000 રન પૂરા કર્યા છે. સ્મૃતિ T20I માં ભારતની સૌથી વધુ રન બનાવનાર અને આ સીમાચિહ્ન સુધી પહોંચનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે. સ્મૃતિએ અત્યાર સુધી 154 T20I માં 4,006 રન બનાવ્યા છે. તે આ ફોર્મેટમાં સુઝી બેટ્સ પછી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

મહિલા ટી20માં સૌથી વધુ રન બનાવનારી બેટ્સમેન

  • 4716 રન - સુઝી બેટ્સ
  • 4006 રન - સ્મૃતિ મંધાના
  • 3654 રન - હરમનપ્રીત કૌર
  • 3473 રન - ચમારી અટાપટ્ટુ
  • 3431 રન - સોફી ડિવાઇન

મંધાના રોહિત અને વિરાટની ખાસ યાદીમાં જોડાઈ

સ્મૃતિ મંધાના ટી-20 માં 4000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે, પરંતુ ભારતીય ટી-20 ક્રિકેટની દ્રષ્ટિએ, તે આવું કરનારી ત્રીજી ખેલાડી બની છે. મંધાના પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારત માટે ટી-20 માં 4000 રનનો આંકડો પાર કર્યો હતો. રોહિતે કુલ 4231 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ ટી-20 માં 4188 રન બનાવ્યા હતા. મંધાના હવે આ યાદીમાં કોહલી અને રોહિત સાથે જોડાય છે.

Advertisment

આ પણ વાંચો: અંડર-19 એશિયા કપ ફાઇનલમાં થઈ લડાઈ, વૈભવ-આયુષ સાથે પાકિસ્તાની બોલરની અવળચંડાઈ

ભારત માટે T20I માં 4000 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેન

  • રોહિત શર્મા - 4231 રન
  • વિરાટ કોહલી - 4188 રન
  • સ્મૃતિ મંધાના - 4006 રન
ક્રિકેટ