/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Aaryavir-Sehwag.jpg)
Aaryavir Sehwag (Photo- Screengrab)
Aaryavir Sehwag double century: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર સેહવાગ પોતાના પિતાના પગલે ચાલી રહ્યો છે. આર્યવીરની બેટિંગ શૈલી પણ તદ્દન તેના પિતા માફક જ છે અને તે ઝડપી ગતિ સાથે રન બનાવવાનું પસંદ કરે છે. આર્યવીરે ગુરૂવારે શિલાંગના એમસીએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કૂચ બિહાર ટ્રોફીમાં દિલ્હી માટે રમતા મેઘાલય વિરૂદ્ધ ડબલ સદી ફટકારી હતી. તેણે મેદાન પર કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા અને 229 બોલમાં 200 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન આર્યવીરે 34 ફોર અને 2 સિક્સર પણ ફટકારી હતી. દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 87.34 રહ્યો હતો.
આર્યવીરે ફટકારી ડબલ સેન્ચ્યુરી
કૂચ બિહાર ટ્રોફીની મેચમાં મેઘાલય વિરૂદ્ધ આર્યવીરની મેરેથોન ઈનિંગથી દિલ્હીએ બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધી 2 વિકેટ પર 468 રન બનાવી લીધા હતા અને આ ટીમને 208 રનની લીડ મળી છે. ત્યાં જ દિલ્હીની ટીમના ઓપનર બેટ્સમેન અર્નવ બગ્ગાએ પણ સતકીય ઈનિંગ રમી હતી અને પ્રથમ વિકેટ માટે બંને ઓપનર્સે પોતાની ટીમ માટે 180 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. આ મેચમાં મેઘાલયની ટીમ પ્રથમ ઈનિંગમાં 260 રન પર આઉટ થઈ ગઈ હતી અને દિલ્હી માટે ઝડપી બોલર ઉધવ મોહને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આર્યવીરે ઓક્ટોબરમાં વીનૂ માંકડ ટ્રોફીમાં પર્દાર્પણ કર્યું હતું અને અંડર-19 વન-ડે પ્રતિયોગિતામાં મણિપુર વિરૂદ્ધ 49 રનની શાનદાર ઈનિંગ રમી પોતાની ટીમને છ વિકેટે જીત અપાવી હતી.
તમને જણાવી દઈએ કે 2019માં સેહવાગે પોતાના દીકરા પર દબાણની વાત કહી હતી અને કહ્યું હતું કે, તેના પુત્ર પર ક્રિકેટર બનવાનું કોઈ દબાણ નથી. સેહવાગના બે પુત્ર છે અને તેણે કહ્યું હતું કે, હું તેમાંથી વધુ એક વીરેન્દ્ર સેહવાગ દેખવા માંગતો નથી. તે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અથવા એમએસ ધોની બની શકે છે. પરંતુ તેમને ક્રિકેટર બનાવની કોઈ જરૂર નથી. તેઓ પોતાની કારકીર્દિ પસંદ કરવા માટે સ્વતંત્ર છે અને અમે તેમને સફળતા અપાવવામાં મદદ કરીશું પરંતુ મહત્ત્વની વાત એ છે કે તેઓ એક સારા માણસ બની રહે અને તેને લઈ કોઈ બાંધછોડ કરી શકાય નહીં.
આ પણ વાંચો: ભારતનું ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ પ્રદર્શન! ઇતિહાસ, જીત અને પડકાર
સેહવાગે ગત વર્ષે પણ એવો ખુલાસો કર્યો હતો કે તેનો દીકરો પહેલાથી જ આઈપીએલમાં સ્થાન મેળવવાની કોશિશ કરી રહ્યો છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું હતું કે, મારો પુત્ર 15 વર્ષનો છે અને આઈપીએલમાં રમવાની તક મેળવવા માટે પહેલા જ ખુબ જ મહેનત કરી રહ્યો છે.
સેહવાગે કહ્યું હતું કે આઈપીએલ એ યુવા પ્રતિભાઓને સૌથી વધુ લાભ પહોંચાડ્યો છે. પહેલા રણજી ટ્રોફીમાં સારા પ્રદર્શન બાદ પણ કોઈનું ધ્યાન તમારા તરફ જતુ નહતું અને ભારતીય ટીમમાં સ્થાન બનાવી શક્તા ન હતા. પરંતુ હવે તમે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરો છો અને પોતાની પ્રતિભા દેખાડો છો તો તમને તાત્કાલિક ભારતીય ટીમમાં તક મળી જાય છે. આઈપીએલના કારણે દેશના નાના રાજ્યોના ઘણા બાળકો ક્રિકેટને ગંભીરતાથી લેવા લાગ્યા છે અને આઈપીએલમાં ભાગ લેવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે અને આ માટે સખત મહેનત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us