ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીની (Sourav Ganguly)હકાલપટ્ટી નિશ્ચિત છે. 1983ની વર્લ્ડ વિજેતા ટીમના સભ્ય રહેલા રોજર બિન્ની તેમનું સ્થાન લેશે. આ દરમિયાન સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન સામે આવ્યું છે.. તેમણે કહ્યું કે હંમેશા પ્રશાસક રહી શકતા નથી. તે આગળ કશુંક મોટું કરશે. દાદાના આ નિવેદન પછી અટકળોનું બજાર ગરમ છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે શું તે રાજનીતિમાં એન્ટ્રી તો કરવાના નથીને?
2021માં બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજનીતિક ગલિયારોમાં સૌરવ ગાંગુલી રાજનીતિમાં આવે તેવી ચર્ચા હતી. અટકળો હતી કે ભાજપા બંગાળમાં મમતા બેનરજીને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતારવા માંગે છે પણ આવું થયું ન હતું.
સિક્કાના બન્ને પહેલું જોવા રસપ્રદ રહ્યા – ગાંગુલી
એક કાર્યક્રમમાં સૌરવ ગાંગુલીએ ક્રિકેટ પ્રશાસક તરીકે પોતાના અનુભવને લઇને કહ્યું કે તમે હંમેશા રમી શકતા નથી. હંમેશા પ્રશાસક પણ રહી શકતા નથી. જોકે બન્ને કામમાં મજા આવી. સિક્કાની બન્ને પહેલું જોવી રસપ્રદ રહી. આગળ વધુ કશુંક મોટું કરીશ.
આ પણ વાંચો – BCCI અધ્યક્ષની ચૂંટણી પર રાજકારણ ગરમાયું, TMCએ કહ્યું- જય શાહને બીજી ટર્મ તો સૌરવ ગાંગુલીને કેમ નહીં?
એક દિવસમાં મોદી, તેંડુલકર કે અંબાણી ના બની શકાય
ગાંગુલીએ આગળ કહ્યું કે જીવન, ઉપલબ્ધિઓ અને વિકાસ નાના-નાના લક્ષ્યો પર નિર્ધારિત હોય છે. તમે એક દિવસમાં નરેન્દ્ર મોદી, અંબાણી કે સચિન તેંડુલકર બની શકો નહીં. આ માટે તમારે પોતાનું જીવન, સમય, દિવસ, સપ્તાહ અને મહિના આપવા પડે છે. આ જ સફળતાની કુંજી છે. જો તમે નક્કી કરો કે આ મારું કામ છે, આ મારું જીવન છે તો પોતોના બાકી જીવનને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પોતાની બધી તાકાત લગાવી દો.
બીસીસીઆઈ અધ્યક્ષના કાર્યકાળને લઇને ગાંગુલીનું નિવેદન
બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે પોતાના કાર્યકાળને લઇને ગાંગુલીએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી સારી વસ્તુઓ બની. કોરોના કાળમાં આઈપીએલ થઇ જે આખા દેશ માટે મુશ્કેલ સમય હતો. અમને ખબર ન હતી કે તેનો સામનો કેવી રીતે કરવાનો છે. પ્રસારણ અધિકાર રેકોર્ડ કિંમત પર વેચાયા. અંડર-19 ટીમે વર્લ્ડ કપ જીત્યો. કાશ મહિલા ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી શકી હોત. ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી શકતી હતી. એક પ્રશાસક તરીકે શાનદાર ક્ષણ રહી.