Sports Ministry Announced National Sports Awards 2022: વરિષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરત કમલને (Achanta Sharat Kamal)દેશના સર્વશ્રેષ્ઠ ખેલ પુરુસ્કાર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કર્યો છે. અર્જૂન એવોર્ડ માટે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં વરિષ્ઠ બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય પણ સામેલ છે. ખાસ વાત એ છે કે આ વખતે કોઇ ક્રિકેટરને અર્જૂન એવોર્ડ કે ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા નથી.
આ સિવાય અર્જુન એવોર્ડ માટે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા એલ્ડોસ પોલ, અવિનાશ સાબલે, લક્ષ્ય સેન અને બોક્સર નિકહત ઝરીનની પસંદગી કરી છે. સાત કોચની દ્રોણાચાર્ય અવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 30 નવેમ્બરે બધા ખેલાડીઓ અને કોચને આ સન્માન આપશે.
અર્જૂન એવોર્ડ્સ મેળવનાર ખેલાડી (Arjuna Awards)
અર્જૂન એવોર્ડ્સ મેળવનાર ખેલાડીમાં સીમા પુનિયા (એથ્લેટિક્સ), એલ્ડોસ પોલ (એથ્લેટિક્સ), અવિનાશ મુકુંદ સાબલે (એથ્લેટિક્સ), લક્ષ્ય સેન (બેડમિન્ટન), એચએસ પ્રણય (બેડમિન્ટન), અમિત (બોક્સિંગ), નિકહત ઝરીન (બોક્સિંગ), ભક્તિ પ્રદીપ કુલકર્ણી (ચેસ), આર પ્રજ્ઞાનાનંદ (ચેસ) દીપ ગ્રેસ એક્કા (હોકી), સુશીલા દેવી (જૂડો), સાક્ષી કુમારી (કબડ્ડી), નયન મોની સૈકિયા (લોન બાઉલ), સાગર કૈલાસ ઓવલકર (મલખંભ), ઇલાવેનિલ ક્લારિવન (શૂટિંગ), ઓમપ્રકાશ મિથરવાલ (શૂટિંગ), શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ), વિકાસ ઠાકુર, (વેઇટલિફ્ટિંગ), અંશુ (કુશ્તી), સરિતા (કુશ્તી), પરવીન (વુશુ), માનસી ગિરિશચંદ્ર જોશી (પેરા બેડમિન્ટન), તરુણ ઢિલ્લન (પેરા બેડમિન્ટન), સ્વપ્નિલ સંજય પાટિલ (પેરા સ્વિમિંગ), જેરલિન અનિકા જે (બધિર બેડમિન્ટન)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – મુકેશ અંબાણી ફુટબોલ ક્લબ ‘લિવરપુલ’ને ખરીદવા ઉત્સુક
દ્રોણાચાર્ય એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ માટે જીવનજોત સિંહ તેજા (તીરંદાજી), મોહમ્મદ અલી કમર (બોક્સિંગ), સુમા સિદ્ધાર્થ શિરુર (પેરા શૂટિંગ), સુજીત માન (કુશ્તી)નો સમાવેશ થાય છે. વર્ષ 2022 માટે દ્રોણાચાર્ચ એવોર્ડ (લાઇફટાઇમ કેટેગરી)માં દિનેશ જવાહર લાડ (ક્રિકેટ), બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ), રાજ સિંહ (કુશ્તી)ને મળશે.
આ સિવાય લાઇફટાઇમ અચિવમેન્ટ માટે અશ્વિની અંકુજી સી (એથ્લેટિક્સ), ધર્મવીર સિંહ (હોકી), બીસી સુરેશ (કબડ્ડી), નીર બહાદુર ગુરુંગ (પેરા એથ્લેટિક્સ)નો સમાવેશ થાય છે.





