/indian-express-gujarati/media/media_files/2026/01/17/viran-chamuditha-2026-01-17-21-22-27.jpg)
શ્રીલંકાના વીરન ચામુદિથાએ 143 બોલમાં 192 રન ફટકાર્યા. જેમાં એક સિક્સર અને 26 ફોર ફટકારી Photograph: (@ICC)
U19 World Cup 2026 : શ્રીલંકાની અંડર 19 ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન વીરન ચામુદિથાએ અંડર 19 વર્લ્ડ કપ 2026 ની 8મી લીગ કમાલ કરી દીધી છે. તેણે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વીરને આ મેચમાં 192 રન ફટકાર્યા હતા, જે અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસનો અત્યાર સુધીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. વીરને આ સિદ્ધિ જાપાનની અંડર-19 ક્રિકેટ ટીમ સામે મેળવી હતી.
વીરને અંડર-19 વર્લ્ડ કપની સૌથી મોટી ઈનિંગ રમી
192 રનની ઈનિંગ રમ્યા બાદ વીરને પોતાના જ દેશના હસિથા બોયગોડાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેના નામે અંડર-19 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ હતો. બોયગોડાએ 2018માં કેન્યા સામે આ રેકોર્ડ નોંધાવ્યો હતો, પણ હવે તે બીજા ક્રમે આવી ગયો છે. વીરને 143 બોલમાં 192 રન બનાવ્યા હતા. જેમાં એક સિક્સર અને 26 ફોર ફટકારી હતી. યુથ વન ડેમાં વીરનની આ પ્રથમ સદી હતી અને તે અત્યાર સુધીમાં કુલ 17 મેચ રમી ચૂક્યો છે.
અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર કરનારા ટોચના 5 બેટ્સમેન
- વીરન ચામુદિથા (શ્રીલંકા) – 192 રન વિ જાપાન, 17 જાન્યુઆરી 2026
- હસિથા બોયગોડા (શ્રીલંકા) – 191 રન વિ કેન્યા, 23 જાન્યુઆરી 2018
- જેકબ ભુલા (ન્યૂઝીલેન્ડ) – 180 રન વિ કેન્યા, 17 જાન્યુઆરી 2018
- ડોનોવાન પેગન (વેસ્ટ ઇન્ડીઝ) – 176 રન વિ સ્કોટલેન્ડ, 21 જાન્યુઆરી 2002
- ડેન લોરેન્સ (ઇંગ્લેન્ડ) – 174 રન વિ ફિજી, 27 જાન્યુઆરી 2016
𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘 𝐌𝐀𝐃𝐄 🤩
— ICC (@ICC) January 17, 2026
Viran Chamuditha registered the highest individual score in Men's #U19WorldCup history 👏
Follow #JAPvSL action LIVE, #U19WorldCup broadcast details 👉 https://t.co/jKX6xmmgUipic.twitter.com/GloWDdEeHa
વીરન અને દિમાંતાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ ઉપરાંત વીરને જાપાન સામેની આ મેચમાં પ્રથમ વિકેટ માટે દિમાંતા મહાવિતાના સાથે 328 રનની ભાગીદારી કરી હતી, જે અંડર-19 વન ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટેની હાઈએસ્ટ ભાગીદારી છે. આ મેચમાં દિમંત મહાવિતાનાએ 115 રન બનાવ્યા હતા અને શ્રીલંકાએ જાપાન સામે 50 ઓવરમાં 4 વિકેટે 387 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો - વૈભવ સૂર્યવંશીએ કોહલીનો રેકોર્ડ તોડ્યો, આ છે યુથ વન ડેમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર ટોપ 8 પ્લેયર
અંડર-19 વર્લ્ડ કપમાં કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી
- દિમાંથા મહાવિથાના અને વીરન ચામુદિથા (શ્રીલંકા) - 328 રન વિ જાપાન, 17 જાન્યુઆરી 2026
- ડેન લોરેન્સ અને જેક બર્નહામ (ઇંગ્લેન્ડ) - 303 રન વિ ફિજી, 27 જાન્યુઆરી 2016
- બ્રેડ વિલ્સન અને બીજે વોટલિંગ (ન્યૂઝીલેન્ડ) - 273 રન વિ સ્કોટલેન્ડ, 19 ફેબ્રુઆરી 2004
- જેસન સંઘા અને નાથન મેકસ્વીની (ઓસ્ટ્રેલિયા) - 250 રન વિ પાપુઆ ન્યૂ ગિની, 19 જાન્યુઆરી 2018
- રચિન રવિન્દ્ર અને જેકબ ભુલા (ન્યૂઝીલેન્ડ) - 245 રન વિ કેન્યા, 17 જાન્યુઆરી 2018


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us