ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સૂર્યકુમાર યાદવ આતુર, હવે અજિંક્ય રહાણેની ટીમમાં રમતો જોવા મળશે

SuryaKumar Yadav: ટેસ્ટ ટીમમાં પોતાનું સ્તાન બનાવવા માટે સૂર્યકુમાર યાદવે ફરી એક વખત ઘરેલું ક્રિકેટ તરફ પ્રયાણ કર્યું છે

Written by Ashish Goyal
Updated : January 11, 2023 15:24 IST
ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સૂર્યકુમાર યાદવ આતુર, હવે અજિંક્ય રહાણેની ટીમમાં રમતો જોવા મળશે
સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફીની બીજી મેચમાં રમતો જોવા મળશે (તસવીર - ટ્વિટર)

SuryaKumar Yadav: ભારતીય ટીમમાં લિમિટેડ ઓવરમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી ચુકેલા સૂર્યકુમાર યાદવને (SuryaKumar Yadav)બાંગ્લાદેશ સામે વન-ડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. લગભગ 75 દિવસો પછી સૂર્યકુમાર યાદવને બ્રેક આપવામાં આવ્યો છે. જોકે તે આ દરમિયાન પોતાને ક્રિકેટથી દૂર રાખી શક્યો નથી. ટેસ્ટ ટીમમાં પોતાનું સ્તાન બનાવવા માટે સૂર્યકુમાર યાદવે ફરી એક વખત ઘરેલું ક્રિકેટ તરફ પ્રયાણ કર્યું છે. સૂર્યકુમાર યાદવ રણજી ટ્રોફીની બીજી મેચમાં રમતો જોવા મળશે. જેની કેપ્ટનશિપ અજિંક્ય રહાણે કરી રહ્યો છે.

અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં ટીમની જાહેરાત

મુંબઈ ક્રિકેટના અધિકારી અજિંક્ય નાયરે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે સૂર્યાએ અમને કહ્યું હતું કે તે બીજી રણજી મેચ માટે ઉપલબ્ધ રહેશે. આંધ્ર પ્રદેશ સામે પ્રથમ મેચ માટે સિલેક્શન કમિટીએ ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમની કેપ્ટનશિપ અજિંક્ય રહાણે કરશે. સૂર્યા કુમાર યાદવ હવે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે આ જ કારણ છે કે તક મળવા પર રણજી મેચ ગુમાવવા માંગતો નથી.

મુંબઈ તરફથી શાનદાર રહ્યું છે પ્રદર્શન

મુંબઈના કેપ્ટન રહી ચૂકેલા સૂર્યકુમાર યાદવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 સદી અને 26 અડધી સદી ફટકારી છે. રણજી ટ્રોફીમાં અણનમ 200 રન તેનો બેસ્ટ સ્કોર છે. જ્યારે લિસ્ટ-એ ની 118 મેચમાં તેણે 36ની એવરેજથી 3238 રન બનાવ્યા છે. 3 સદી અને 19 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો – મહેંદી હસનની લડાયક બેટિંગ, બાંગ્લાદેશનો ટીમ ઇન્ડિયા સામે 1 વિકેટે રોમાંચક વિજય

ભારતીય ટીમ માટે સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન

સૂર્યકુમાર યાદવે ભારત તરફથી 42 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 44ની એવરેજથી 1408 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી છે. બેસ્ટ સ્કોર 117 રન છે. જ્યારે 16 વન-ડેમાં 32ની એવરેજથી 384 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી ફટકારી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ