/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/England-vs-New-Zealand.jpg)
વિકેટની ઉજવણી કરતા ઇંગ્લેન્ડના પ્લેયર્સ (તસવીર સોર્સ - આઈસીસી)
T20 World Cup 2022 England vs New Zealand Score: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ-2022માં ઇગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે 20 રને વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડ સુપર-12ના ગ્રુપ-1ના પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે આવી ગયું છે. ન્યૂઝીલેન્ડ પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે પહોંચી ગયું છે.
ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત
ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી તેણે 5 ઓવરની અંદર જ 28 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ફિન એલન 16 અને ડેવોન કોનવે 3 રન બનાવી આઉટ થયા હતા. આ પછી કેન વિલિયમ્સન અને ફિલિપ્સે બાજી સંભાળી હતી. બન્નેએ 36 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી. વિલિયમ્સન 40 રને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સે 36 બોલમાં 62 રન બનાવ્યા હતા. તેના આઉટ થતા જ ટીમની જીતની આશાનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો - ટી-20 વર્લ્ડ કપ: ભારત જ નહીં, ઝિમ્બાબ્વે પણ પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, સમજો સુપર-12ના ગ્રુપ-2નું ગણિત
બટલરના 47 બોલમાં 73 રન
ઇંગ્લેન્ડ તરફથી બટલરે 47 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી 73 રનની ઇનિંગ્સ રમી હતી. બટલરની ટી-20 ઇન્ટરનેશનલમાં 18મી અડધી સદી છે. એલેક્સ હેલ્સે 7 ફોર અને 1 સિક્સરની મદદથી 40 બોલમાં 52 રન બનાવી આઉટ થયા હતા. બટલર અને હલ્સે પ્રથમ વિકેટ માટે 10.2 ઓવરમાં 81 રનની ભાગીદારી કરી હતી.
લિયામ લિવિંગસ્ટોને 14 બોલમાં 20 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન સૌથી સફળ રહ્યો હતો. તેણે 45 રનમાં 2 વિકેટ ઝડપી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us