Hardik Pandyas fitness secret: એક સાદી મગની દાળ અને ચોખાની ખીચડી. કેટલાક હળવા મસાલા અને ઘી સાથે વઘાર. આ સાધારણ ભોજનની સુગંધ ઓસ્ટ્રેલિયાની હોટલો પાસે એક એપાર્ટમેન્ટમાં આવી રહી છે. જ્યાં હાર્દિક પંડ્યા સાથે ભારતીય ટીમ રોકાયેલી છે. આ સુગંધ હાર્દિક પંડ્યા માટે બનાવેલા તેના ભોજનની છે. જે તેના પર્સનલ રસોઇયા દ્વારા બનાવવામાં આવે છે. હાર્દિક પંડ્યાની ફિટનેસમાં તેના પર્સનલ રસોઇયા આરવ નાંગિયાનો ઘણો ફાળો છે.
પોતાના ખાસ ખોરાકની જરૂરિયાતને પુરી કરવા માટે હાર્દિક પંડ્યા પોતાના અંગત શેફને સાથે રાખે છે. પોતાની ફિટનેસ વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ નિર્યણમાંથી એક હતો. આ માટે તે પોતે ખર્ચ ઉપાડે છે. જોકે હાર્દિક પંડ્યાએ ઘણા સમય પહેલા નક્કી કરી લીધું હતું કે આ એક એવી જરૂરિયાત હતી જેના વગર તે રહી શકે નહીં અને પોતાના ભોજન માટે પોતાના ખિસ્સાથી ખર્ચ કરવા માટે તૈયાર હતો.
હાર્દિક પંડ્યાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા માટે એક પ્રોફેશનલ એથ્લીટના રૂપમાં જીવનમાં ઉપલબ્ધ બધા બોક્સ પર ટીક કરવું અને એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ હતું કે મારું શરીર આ રમતને બધું આપે છે અને કોઇ વસ્તુ સાથે સમજુતી કરતો નથી. મારા માટે ફિટનેસને લઇને યોગ્ય શેફ હોવો, વ્યવસ્થિત ઊંઘ લેવી મહત્વપૂર્ણ છે. મેં એક શેફને કામ પર રાખ્યો છે જે સુનિશ્ચિત કરે છે કે જ્યાં સુધી હું રમતો ના હોય ત્યારે મારા ભોજનનું ધ્યાન રાખશે. શેફ આરવ નાંગિયા મોટાભાગે ભારતીય ટીમના સમાન ઉડાનમાં યાત્રા કરે છે. તે એડિલેડમાં ટીમ હોટલની નજીક એપોર્ટમેન્ટમાં રોકાયો છે.
આ પણ વાંચો – હાર્દિક, શમી, અર્શદીપ અને ભુવનેશ્વર માટે રાહુલ દ્રવિડ, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છોડી દીધી પોતાની સીટ
શેફ આરવ નાંગિયાએ કહ્યું કે મારે એકદમ સ્વચ્છ ખાવાનું બનાવવાનું છે. ભોજન એકદમ સરળ રાખવાનું છે. મારે તેના મૈક્રોજને ધ્યાન રાખવાનું છે. એક દિવસમાં હાર્દિક પંડ્યાને 3000 કેલરી આપવાની હોય છે. મેચના દિવસોમાં વધારે મહેનત કરવી પડે છે. જેથી મેચના દિવસોમાં હું તેને 4000 કેલરી ભોજન આપું છું.
શેફ આરવ નાંગિયાએ કહ્યું કે ઘરેલું સ્તર પર તે ટીમ હોટલમાં ખાવાનું બનાવે છે. જ્યારે ભારતની બહાર રમી રહ્યા હોય તો મને ટીમ હોટલની પાસે એક એપાર્ટમેન્ટ રાખવો પડે છે અને હું પોતાનો સામાન લઇ જઉ છું. તે એપાર્ટમેન્ટમાં ખાવાનું બનાવવાનું અને હોટલના રૂમમાં જઈને તેને આપવાનું હોય છે.
હાર્દિકને કેવું ખાવાનું પસંદ છે તેના જવાબમાં આરવ નાંગિયાએ જણાવ્યું કે તેને શાકાહારી ભોજન અને તે ખાવાનું પસંદ છે જે ખાઇને તે ગુજરાતમાં મોટો થયો છે. હું ખીચડી બનાવું છું, જે સાધારણ મગની દાળ અને ચોખાની બને છે. ઓછા મસાલા અને ઘી સાથે ખાવાનું પસંદ કરે છે. તેને જીરા-રાઇસ પણ પસંદ છે. તેના ભોજનના સમયને પણ ધ્યાનમાં રાખવો પડે છે. ભલે વિદેશ યાત્રા કરી રહ્યા હોય અમે તેના મેનૂને તાજુ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.
(સ્ટોરી – દેવેન્દ્ર પાંડે)