T20 World Cup 2022: ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરો માટે પોત-પોતાની બિઝનેસ ક્લાસની સીટ છોડી દીધી છે. ટીમ મેનજમેન્ટનું માનવું છે કે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહને પુરી રીતે આરામ મળે અને ટૂર્નામેન્ટ દરમિયાન ફ્રેશ રહે.
એડિલેડ પહોંચવા પર ટીમ ઇન્ડિયાના એક સહયોગી સ્ટાફે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ટૂર્નામેન્ટ પહેલા અમે નક્કી કર્યું હતું કે બોલરોને મેદાન પર સૌથી વધારે મહેતન કરવાની જરૂર છે. તેથી તેમને મેચ કે પ્રેક્ટિસ પછી પોતાના પગને ફેલાવવાની જરૂર પડશે.
શું કહે છે આઈસીસીનો નિયમ
આઈસીસીના નિયમ પ્રમાણે દરેક ટીમને ચાર બિઝનેસ ક્લાસ સીટો મળે છે. મોટા ભાગની ટીમ ઉડાનના આ વિશેષાધિકાર પોતાના કોચ, કેપ્ટન, વાઇસ કેપ્ટન અને મેનેજરને આપે છે. જોકે એક વખત જ્યારે ભારતીય થિંકટેંકને એ વાતની ખબર પડી કે તેમને દર ત્રીજા કે ચોથા દિવસે યાત્રા કરવી પડશે તો નિર્ણય કરવામાં આવ્યો કે યાત્રા દરમિયાન મહેનતી ફાસ્ટ બોલરોને સૌથી સારી સીટ આપવામાં આવે.
આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાન 15 વર્ષ પછી એકસાથે સેમિ ફાઇનલમાં, 2007 વાળો બની રહ્યો છે સંયોગ
વર્લ્ડ કપ દરમિયાન 34000 કિમીની સફર કરશે ટીમ ઇન્ડિયા
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ લગભગ 34000 કિલોમીટરની સફર કરશે. ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયાના ત્રણ ટાઇમ ઝોન ઉપર પણ વિચાર કર્યો હતો. અલગ-અલગ ટાઇમ ઝોનના કારણે ઓસ્ટ્રેલિયામાં ક્યાંક વધારે ઠંડી રહે છે તો ક્યાંક વધારે ગરમી રહે છે. સતત બદલાતી આ પરિસ્થિતિઓમાં ફાસ્ટ બોલરોને ઇજાગ્રસ્ત થવાનો ખતરો રહે છે.
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ પારસ મહામ્બ્રે પહેલા જ કહી ચુક્યા છે કે કેવી રીતે તેમણે ખેલાડીઓને મેચ માટે તૈયાર કરતા સમયે કોઇ કસર છોડી નથી. પારસ મહામ્બ્રેએ કહ્યું હતું કે અમે યોજનાના સંદર્ભમાં ઘણો વિચાર કર્યો છે. અમે જે પણ સત્ર છોડ્યું છે તે વૈકલ્પિક છે. જેથી મેંટીનેન્સના સંદર્ભમાં ફિઝિયોથેરેપી, તેમની દેખભાળ કરવી, દરેક રમતમાં તેમનું સૌથી સારા શેપમાં હોવું મહત્વપૂર્ણ છે. અમે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ.
એટલો વ્યસ્ત કાર્યક્રમ રહ્યો છે કે ટીમ વર્લ્ડ કપના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાન સામે રોમાંચક જીતની ઉજવણી પણ કરી શકી ન હતી અને બીજી સવારે ટીમની ફ્લાઇટ હતી.
(સ્ટોરી – Devendra Pandey)