T20 World Cup: ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઇ છે. ભારત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબોર્નમાં મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં મેચ રમાવવાની છે. જોકે બન્ને ટીમો બ્રિસબેન પહોંચી છે. આ માટે એક ખાસ કારણ જવાબદાર છે.
ભારત વર્લ્ડ કપની મેચ મેલબોર્નમાં રમશે. આ પહેલા બે વોર્મ અપ મેચ રમવાનું છે. આ વોર્મ અપ મેચ બ્રિસબેનમાં રમાઇ રહે છે. જેથી ભારત અને પાકિસ્તાનની ટીમ બ્રિસબેન પહોંચી છે. ભારતીય ટીમે પ્રથમ વોર્મઅપ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયા સામે 6 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 180 રન બનાવી શક્યું હતું.
આ પણ વાંચો – રોહિત શર્મા અને વિરાટ કોહલી રચી શકે છે ઇતિહાસ, ધોનીનો રેકોર્ડ પણ ખતરામાં
કેએલ રાહુલ અને સૂર્યકુમારની અડધી સદી
ભારત તરફથી કેએલ રાહુલે 33 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 57 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 50 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 15 અને વિરાટ કોહલીએ 19 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે 54 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 76 રન બનાવ્યા હતા.
19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે
ભારત 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે બીજી વોર્મ અપ મેચ રમશે. આ મેચ પણ બ્રિસબેનમાં રમાશે. આ મેચ પછી ભારત મેલબોર્ન રવાના થશે.