IND vs BAN: ટી-20 વર્લ્ડ-કપમાં બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં સુપર-12ની મેચ રમાશે. ભારતીય ટીમનો છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પરાજય થયો હતો. જેથી ભારત માટે સેમિ ફાઇનલને ધ્યાનમાં રાખતા આ મુકાબલો મહત્વપૂર્ણ છે. જોકે એડિલેડથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એડિલેડમાં વરસાદની સંભાવના છે. મંગળવારે અહીં વરસાદ પડ્યો હતો જેના કારણે ટીમ ઇન્ડિયાએ ઇન્ડોર્સ પ્રેક્ટિસ કરવી પડી હતી.
60 ટકા વરસાદની સંભાવના
ઓસ્ટ્રેલિયાના મોસમ વિભાગના મતે એડિલેડમાં બુધવારે 60 ટકા વરસાદની સંભાવના છે. અહીં ઠંડી પણ વધારે છે. ઉચ્ચતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ છે.
આ પણ વાંચો – હોટલ રુમનો વીડિયો લીક થતા ગુસ્સે ભરાયો કોહલી, Instagram પર વીડિયો શેર કરીને કહ્યું- આ મનોરંજનની વસ્તુ નથી
મેચ રદ થશે તો બગડશે સેમિ ફાઇનલનું સમીકરણ
બાંગ્લાદેશ સામેની મેચ વરસાદમાં રદ થઇ જશે તો ટીમ ઇન્ડિયાનું સેમિ ફાઇનલ સમીકરણ બગડી શકે છે. હાલ ગ્રુપ-2માં ભારત 3 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. ટીમે સેમિ ફાઇનલમાં જવા માટે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે મેચ જીતવી જરૂરી છે. બન્ને મેચ જીતવા પર 8 પોઇન્ટ થઇ જાય અને આસાનાથી સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી શકે છો. જોકે વરસાદ પડશે તો બાજી બગાડશે. મેચમાં વરસાદ પડશે તો બન્ને ટીમોને 1-1 પોઇન્ટ મળશે. આમ થવાથી ભારત અને બાંગ્લાદેશ બન્નેને 5-5 પોઇન્ટ થઇ જશે. આ સંજોગોમાં ભારતે બાકી બચેલી ઝિમ્બાબ્વે સામેની મેચમાં સારા રનરેટ સાથે જીત મેળવવી પડશે.
ટી-20 વર્લ્ડ કપનું પોઇન્ટ ટેબલ જોવા માટે અહીં ક્લિક કરો
હેડ ટૂ હેડ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 11 ટી-20 મેચ રમાઇ છે. જેમાં ભારતનો 10 મેચમાં વિજય થયો છે. ટી-20 વર્લ્ડ કપમાં 3 વખત મુકાબલો થયો છે. ત્રણેય મેચમાં ભારતનો વિજય થયો છે. એડિલેડમાં 8 ટી-20 મેચમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 વખત જીત મેળવી છે. જ્યારે બીજી બેટિંદ કરનાર ટીમે 4 વખત જીત મેળવી છે.





