ટી-20 વર્લ્ડ કપ : ભારતે બાંગ્લાદેશને પછાડી સેમિ ફાઇનલની દાવેદારી મજબૂત બનાવી

India vs Bangladesh Score : વિરાટ કોહલીના 44 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે અણનમ 64 રન, આ જીત સાથે ભારત 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું

India vs Bangladesh Score : વિરાટ કોહલીના 44 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે અણનમ 64 રન, આ જીત સાથે ભારત 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ભારત વિ. બાંગ્લાદેશ મેચ

India vs Bangladesh Score : વિરાટ કોહલી (અણનમ 64) અને કેએલ રાહુલની અડધી સદી(50)ની મદદથી ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જોકે વરસાદના કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે બાંગ્લાદેશ 16 ઓવરમાં 6 વિકેટે 145 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારત 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે અને સેમિ ફાઇનલની દાવેદારી મજબૂત બનાવી દીધી છે. ભારત હવે 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે.

Advertisment

બાંગ્લાદેશ ઇનિંગ્સ

  • અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી
  • નુરલ હસને 14 બોલમાં અણનમ 25 રન બનાવ્યા
  • શાકિબ અલ હસન 13 રને અર્શદીપ સિંહનો બીજો શિકાર બન્યો
  • અફિફ હુસેન 3 રન બનાવી આઉટ
  • શાંતો 21 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો
  • દાસ અને શાંતો વચ્ચે પ્રથમ વિકેટ માટે 7.2 ઓવરમાં 68 રનની ભાગીદારી નોંધાઇ
  • લિટન દાસ 27 બોલમાં 7 ફોર 3 સિક્સરની મદદથી 60 રને રન આઉટ
  • લિટન દાસે 21 બોલમાં 6 ફોર 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
  • બાંગ્લાદેશે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા

ભારતની ઇનિંગ્સ

  • ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 184 રન
  • વિરાટ કોહલીના 44 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે અણનમ 64 રન
  • દિનેશ કાર્તિક 7 રને રન આઉટ
  • હાર્દિક પંડ્યા 5 રને કેચ આઉટ
  • સૂર્યકુમાર યાદવ 16 બોલમાં 4 ફોર સાથે 30 રન બનાવી બોલ્ડ થયો
  • ભારતે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા
  • કેએલ રાહુલ અને કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 37 બોલમાં 67 રનની ભાગીદારી નોંધાવી
  • કેએલ રાહુલ 50 રને શાકિબની ઓવરમાં કેચ આઉટ થયો
  • કેએલ રાહુલે ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપતા 31 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી
  • ભારતે 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
  • રોહિત શર્મા ફરી એક વખત ફ્લોપ રહેતા 2 રને હસન મહમુદનો શિકાર બન્યો
  • ભારતીય ટીમમાં એક ફેરફાર કરાયો. દિપક હુડાના સ્થાને અક્ષર પટેલનો સમાવેશ કરાયો
  • બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો - કોહલીએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો

Advertisment

બન્ને ટીમ આ પ્રમાણે છે

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

બાંગ્લાદેશ ટીમ - નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિક હુસેન, યાસિર અલી, મોસાદેક હુસેન, શોરફુલ ઇસ્લામ, નુરલ હસન, મુશ્તફિઝુર રહમાન, હસન મહમુદ, તસ્કીન અહમદ.

Team India સ્પોર્ટ્સ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ