India vs Bangladesh Score : વિરાટ કોહલી (અણનમ 64) અને કેએલ રાહુલની અડધી સદી(50)ની મદદથી ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જોકે વરસાદના કારણે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે બાંગ્લાદેશ 16 ઓવરમાં 6 વિકેટે 145 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારત 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે અને સેમિ ફાઇનલની દાવેદારી મજબૂત બનાવી દીધી છે. ભારત હવે 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે.
બાંગ્લાદેશ ઇનિંગ્સ
- અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી
- નુરલ હસને 14 બોલમાં અણનમ 25 રન બનાવ્યા
- શાકિબ અલ હસન 13 રને અર્શદીપ સિંહનો બીજો શિકાર બન્યો
- અફિફ હુસેન 3 રન બનાવી આઉટ
- શાંતો 21 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો
- દાસ અને શાંતો વચ્ચે પ્રથમ વિકેટ માટે 7.2 ઓવરમાં 68 રનની ભાગીદારી નોંધાઇ
- લિટન દાસ 27 બોલમાં 7 ફોર 3 સિક્સરની મદદથી 60 રને રન આઉટ
- લિટન દાસે 21 બોલમાં 6 ફોર 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
- બાંગ્લાદેશે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
ભારતની ઇનિંગ્સ
- ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 184 રન
- વિરાટ કોહલીના 44 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે અણનમ 64 રન
- દિનેશ કાર્તિક 7 રને રન આઉટ
- હાર્દિક પંડ્યા 5 રને કેચ આઉટ
- સૂર્યકુમાર યાદવ 16 બોલમાં 4 ફોર સાથે 30 રન બનાવી બોલ્ડ થયો
- ભારતે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા
- કેએલ રાહુલ અને કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 37 બોલમાં 67 રનની ભાગીદારી નોંધાવી
- કેએલ રાહુલ 50 રને શાકિબની ઓવરમાં કેચ આઉટ થયો
- કેએલ રાહુલે ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપતા 31 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી
- ભારતે 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
- રોહિત શર્મા ફરી એક વખત ફ્લોપ રહેતા 2 રને હસન મહમુદનો શિકાર બન્યો
- ભારતીય ટીમમાં એક ફેરફાર કરાયો. દિપક હુડાના સ્થાને અક્ષર પટેલનો સમાવેશ કરાયો
- બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આ પણ વાંચો – કોહલીએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો
બન્ને ટીમ આ પ્રમાણે છે
ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશ ટીમ – નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિક હુસેન, યાસિર અલી, મોસાદેક હુસેન, શોરફુલ ઇસ્લામ, નુરલ હસન, મુશ્તફિઝુર રહમાન, હસન મહમુદ, તસ્કીન અહમદ.