T20 World Cup 2022, IND vs ENG : ભારતનું ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાયું, સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય

India vs England Semi-Final Updates : એલેક્સ હેલ્સના 47 બોલમાં અણનમ 86, બટલરના 49 બોલમાં અણનમ 80, ઇંગ્લેન્ડનો સેમિ ફાઇનલમાં 10 વિકેટે વિજય, 13 નવેમ્બરે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો

India vs England Semi-Final Updates : એલેક્સ હેલ્સના 47 બોલમાં અણનમ 86, બટલરના 49 બોલમાં અણનમ 80, ઇંગ્લેન્ડનો સેમિ ફાઇનલમાં 10 વિકેટે વિજય, 13 નવેમ્બરે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ટી-20 વર્લ્ડ કપ 2022 - ભારત વિ. ઇંગ્લેન્ડ મેચ

IND vs ENG Semi-Final Updates: એલેક્સ હેલ્સ (અણનમ 86 રન)અને જોશ બટલરની (અણનમ 80 રન)અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી ટી-20 વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલમાં ભારત સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 16 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે

Advertisment

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ

  • એલેક્સ હેલ્સના 47 બોલમાં 4 ફોર 7 સિક્સર સાથે અણનમ 86 રન
  • જોશ બટલરના 49 બોલમાં 9 ફોર 3 સિક્સર સાથે અણનમ 80
  • જોશ બટલરે 36 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા
  • ઇંગ્લેન્ડે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા
  • એલેક્સ હેલ્સે 28 બોલમાં 1 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી
  • ઇંગ્લેન્ડે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
  • બટલર અને હેલ્સ ઓપનિંગમાં ઉતર્યા

ભારતની ઇનિંગ્સ

  • ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 168 રન. ઇંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો પડકાર આપ્યો.
  • હાર્દિક પંડ્યા 33 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે 63 રન બનાવી હિટવિકેટ આઉટ થયો
  • પંત 6 રને રન આઉટ
  • હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
  • વિરાટ કોહલીના 40 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 50 રન
  • ભારતે 15 ઓવરમાં 100 રન પુરા કર્યા.
  • શાનદાર ફોર્મમાં રહેલો સૂર્યકુમાર યાદવ 14 રને રશિદનો શિકાર બન્યો.
  • રોહિત અને વિરાટ વચ્ચે 47 રનની ભાગીદારી નોંધાઇ.
  • રોહિત શર્માએ ધીમી બેટિંગ કરતા 28 બોલમાં 4 ફોર સાથે 27 રન ફટકાર્યા.
  • ભારતે 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
  • ભારતની શરૂઆત ખરાબ રહેતા કેએલ રાહુલ બીજી જ ઓવરમાં 5 રને આઉટ થયો.
  • ભારતની ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી. ઇંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર કરાયા છે.
  • ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો - શું છે હાર્દિક પંડ્યાનું ફિટનેસ સિક્રેટ, કેવું ભોજન છે પસંદ, તેના પર્સનલ શેફે ખોલ્યા રહસ્યો

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત - કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા,ઋષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

ઇંગ્લેન્ડ - જોશ બટલર, એલેક્સ હેલ્સ, ફિલિપ સાલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રશિદ.

ક્રિકેટ Team India સ્પોર્ટ્સ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ