IND vs ENG Semi-Final Updates: એલેક્સ હેલ્સ (અણનમ 86 રન)અને જોશ બટલરની (અણનમ 80 રન)અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી ટી-20 વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલમાં ભારત સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 16 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
- એલેક્સ હેલ્સના 47 બોલમાં 4 ફોર 7 સિક્સર સાથે અણનમ 86 રન
- જોશ બટલરના 49 બોલમાં 9 ફોર 3 સિક્સર સાથે અણનમ 80
- જોશ બટલરે 36 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા
- ઇંગ્લેન્ડે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા
- એલેક્સ હેલ્સે 28 બોલમાં 1 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી
- ઇંગ્લેન્ડે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
- બટલર અને હેલ્સ ઓપનિંગમાં ઉતર્યા
ભારતની ઇનિંગ્સ
- ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 168 રન. ઇંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો પડકાર આપ્યો.
- હાર્દિક પંડ્યા 33 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે 63 રન બનાવી હિટવિકેટ આઉટ થયો
- પંત 6 રને રન આઉટ
- હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- વિરાટ કોહલીના 40 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 50 રન
- ભારતે 15 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- શાનદાર ફોર્મમાં રહેલો સૂર્યકુમાર યાદવ 14 રને રશિદનો શિકાર બન્યો.
- રોહિત અને વિરાટ વચ્ચે 47 રનની ભાગીદારી નોંધાઇ.
- રોહિત શર્માએ ધીમી બેટિંગ કરતા 28 બોલમાં 4 ફોર સાથે 27 રન ફટકાર્યા.
- ભારતે 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- ભારતની શરૂઆત ખરાબ રહેતા કેએલ રાહુલ બીજી જ ઓવરમાં 5 રને આઉટ થયો.
- ભારતની ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી. ઇંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર કરાયા છે.
- ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – શું છે હાર્દિક પંડ્યાનું ફિટનેસ સિક્રેટ, કેવું ભોજન છે પસંદ, તેના પર્સનલ શેફે ખોલ્યા રહસ્યો
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત – કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા,ઋષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડ – જોશ બટલર, એલેક્સ હેલ્સ, ફિલિપ સાલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રશિદ.