IND vs NED : ભારતનો સતત બીજો વિજય, નેધરલેન્ડ્સને 56 રને હરાવ્યું

T20 World Cup 2022, IND vs NED : વિરાટ કોહલીના 44 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અણનમ 62 રન, સૂર્યકુમાર યાદવના 25 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અણનમ 51 રન , ભારત હવે 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે

T20 World Cup 2022, IND vs NED : વિરાટ કોહલીના 44 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અણનમ 62 રન, સૂર્યકુમાર યાદવના 25 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અણનમ 51 રન , ભારત હવે 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

IND vs NED Live Cricket Score (ભારત વિ. નેધરલેન્ડ્સ)

T20 World Cup 2022, IND vs NED : વિરાટ કોહલી (અણનમ 62), રોહિત શર્મા (53) અને સૂર્યકુમાર યાદવની (અણનમ 51)અડધી સદીની મદદથી આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સ સામે 56 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 20 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવી શક્યું હતું. ભારતે સતત બીજા વિજય સાથે વર્લ્ડ કપમાં 4 પોઇન્ટ મેળવી લીધા છે. ભારત હવે 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે.

Advertisment

નેધરલેન્ડ્સ ઇનિંગ્સ

  • ભારત તરફથી ભુવનેશ્વર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને અશ્વિનને 2-2 વિકેટ મળી
  • ટિમ પ્રિંગલ 20 રને મોહમ્મદ શમીની ઓવરમાં આઉટ
  • ટોમ કપૂર 9 રને અશ્વિનનો બીજો શિકાર બન્યો
  • એકરમેન 17 રને અશ્વિનનો શિકાર બન્યો
  • નેધરલેન્ડ્સે 9.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
  • બાસ ડી લીડ 16 રન બનાવી અક્ષરની ઓવરમાં પંડ્યાના હાથે કેચ આઉટ થયો
  • મેક્સ ઓડોડ 16 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો
  • વિક્રમજીત સિંહ 1 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં બોલ્ડ

આ પણ વાંચો - મીડિયા અને ટ્રોલ્સે કોહલી પર ઘણું દબાણ કર્યું, જોકે તેણે બધાના મોઢા બંધ કરી દીધા : રવિ શાસ્ત્રી

ભારત ઇનિંગ્સ

  • ભારતના 20 ઓવરમાં 2 વિકેટે 179 રન
  • વિરાટ કોહલીના 44 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અણનમ 62 રન
  • સૂર્યકુમાર યાદવના 25 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અણનમ 51 રન
  • વિરાટ કોહલીએ 37 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા
  • ભારતે 13.2 ઓવરમાં 120 રન પુરા કર્યા
  • રોહિત શર્મા 53 રન બનાવી ક્લાસેનનો શિકાર બન્યો
  • રોહિત શર્માએ 35 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી
  • ભારતે 8.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
  • કેએલ રાહુલ ફરી ફ્લોપ જતા 9 રન બનાવી એલબી આઉટ થયો
  • સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, બન્ને ટીમોમાં કોઇ ફેરફાર કરાયો નથી.
Advertisment

બન્ને ટીમ આ પ્રમાણે છે

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

નેધરલેન્ડ્સ ટીમ - વિક્રમજીત સિંહ, મેક્સ ઓડોડ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), ટિમ પ્રિંગલ, લોગન વેન બીક, શારિઝ અહેમદ, ફ્રેડ ક્લાસેન, પોલ વેન મીકરેન.

ક્રિકેટ Team India રોહિત શર્મા Virat Kohli સ્પોર્ટ્સ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ