T20 World Cup 2022, IND vs NED : વિરાટ કોહલી (અણનમ 62), રોહિત શર્મા (53) અને સૂર્યકુમાર યાદવની (અણનમ 51)અડધી સદીની મદદથી આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સ સામે 56 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 20 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવી શક્યું હતું. ભારતે સતત બીજા વિજય સાથે વર્લ્ડ કપમાં 4 પોઇન્ટ મેળવી લીધા છે. ભારત હવે 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે.
નેધરલેન્ડ્સ ઇનિંગ્સ
- ભારત તરફથી ભુવનેશ્વર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને અશ્વિનને 2-2 વિકેટ મળી
- ટિમ પ્રિંગલ 20 રને મોહમ્મદ શમીની ઓવરમાં આઉટ
- ટોમ કપૂર 9 રને અશ્વિનનો બીજો શિકાર બન્યો
- એકરમેન 17 રને અશ્વિનનો શિકાર બન્યો
- નેધરલેન્ડ્સે 9.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
- બાસ ડી લીડ 16 રન બનાવી અક્ષરની ઓવરમાં પંડ્યાના હાથે કેચ આઉટ થયો
- મેક્સ ઓડોડ 16 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો
- વિક્રમજીત સિંહ 1 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં બોલ્ડ
આ પણ વાંચો – મીડિયા અને ટ્રોલ્સે કોહલી પર ઘણું દબાણ કર્યું, જોકે તેણે બધાના મોઢા બંધ કરી દીધા : રવિ શાસ્ત્રી
ભારત ઇનિંગ્સ
- ભારતના 20 ઓવરમાં 2 વિકેટે 179 રન
- વિરાટ કોહલીના 44 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે અણનમ 62 રન
- સૂર્યકુમાર યાદવના 25 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અણનમ 51 રન
- વિરાટ કોહલીએ 37 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા
- ભારતે 13.2 ઓવરમાં 120 રન પુરા કર્યા
- રોહિત શર્મા 53 રન બનાવી ક્લાસેનનો શિકાર બન્યો
- રોહિત શર્માએ 35 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી
- ભારતે 8.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
- કેએલ રાહુલ ફરી ફ્લોપ જતા 9 રન બનાવી એલબી આઉટ થયો
- સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, બન્ને ટીમોમાં કોઇ ફેરફાર કરાયો નથી.
બન્ને ટીમ આ પ્રમાણે છે
ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
નેધરલેન્ડ્સ ટીમ – વિક્રમજીત સિંહ, મેક્સ ઓડોડ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), ટિમ પ્રિંગલ, લોગન વેન બીક, શારિઝ અહેમદ, ફ્રેડ ક્લાસેન, પોલ વેન મીકરેન.