ટી-20 વર્લ્ડ કપ : ઇંગ્લેન્ડને 13 કરોડ, પાકિસ્તાનને મળ્યા 6.5 કરોડ, જાણો 46 કરોડમાંથી ટીમ ઇન્ડિયાને મળ્યા કેટલા રૂપિયા

ટી-20 વર્લ્ડ કપ 2022 : આઈસીસીએ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે કુલ રકમ 5.6 મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ 46 કરોડ રૂપિયાની પુરુસ્કાર રકમની જાહેરાત કરી હતી

ટી-20 વર્લ્ડ કપ 2022 : આઈસીસીએ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે કુલ રકમ 5.6 મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ 46 કરોડ રૂપિયાની પુરુસ્કાર રકમની જાહેરાત કરી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું (તસવીર - આઈસીસી )

T20 World Cup 2022 Prize Money: ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ચેમ્પિયન બનતા જ જોસ બટલરની નેતૃત્વવાળી ટીમ પર કરોડોની ધનવર્ષા થઇ છે. રનર્સ અપ પાકિસ્તાન પણ માલામાલ થયું છે. આઈસીસીએ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે કુલ રકમ 5.6 મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ 46 કરોડ રૂપિયાની પુરુસ્કાર રકમની જાહેરાત કરી હતી.

Advertisment

ઇંગ્લેન્ડને મળી 13 કરોડથી વધારે રકમ

આઈસીસીએ આ વર્ષે વર્લ્ડ કપ શરુ થતા પહેલા જ પ્રાઇઝ મનીની જાહેરાત કરી દીધી હતી. જેમાં ચેમ્પિયન ઇંગ્લેન્ડને 1.6 મિલિયન અમેરિકી ડોલર એટલે કે 13 કરોડથી વધારેની રકમ મળશે. જ્યારે પાકિસ્તાનને લગભગ 6.5 કરોડ રૂપિયાથી રકમ મળશે. સેમિ ફાઇનલમાં હારનાર ભારત અને ન્યૂઝીલેન્ડને 4-4 લાખ યૂએસ ડોલર એટલે કે લગભગ 3 કરોડ 25 લાખ રૂપિયા મળશે.

આ પણ વાંચો - શું છે હાર્દિક પંડ્યાનું ફિટનેસ સિક્રેટ, કેવું ભોજન છે પસંદ, તેના પર્સનલ શેફે ખોલ્યા રહસ્યો

સુપર-12માં બહાર થનાર ટીમોને શું મળ્યું

સુપર-12માંથી પણ બહાર થનાર ટીમોને મોટી રકમ મળી છે. આ 8 ટીમોને 70,000 યૂએસ ડોલર એટલે કે લગભગ 57 લાખ રૂપિયાની રકમ મળી છે. સુપર-12માં એક મેચ જીતવા પર 40,000 યૂએસ ડોલર એટલે કે 32 લાખ 20 હજાર રૂપિયા મળ્યા. ક્વોલિફાઇંગ રાઉન્ડથી બહાર થનાર ટીમોને 32 લાખ 20 હજાર રૂપિયા મળ્યા છે.

Advertisment

સૈમ કરન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

ફાઇનલમાં ઇંગ્લેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર સૈમ કરનને ટી-20 વર્લ્ડ કપ 2022માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ તરીકે કરવામાં આવ્યો છે. તે ફાઇનલમાં મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો.

ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ T20 વર્લ્ડ કપ