T20 World Cup 2022: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે હાઇ વોલ્ટેજ મુકાબલો થવાનો છે. આ મુકાબલા ઉપર પણ બધાની નજર છે. તેનું કારણ એ છે કે ગત વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો પરાજય. આવા સમયે મેચ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ( Sachin Tendulkar)રોહિત શર્મા એન્ડ કંપનીને મહત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું કે બેટિંગ સમયે રન લેતા સમયે કોલિંગ સ્પષ્ટ હોવી જોઈએ. એવા શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ જેનાથી ભ્રમ થાય. મુકાબલા દરમિયાન સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હશે. તેથી આઈ કોન્ટેક્ટ ઘણો મહત્વપૂર્ણ રહેશે.
રન લેતા સમયે કોલિંગને લઇને સલાહ
સચિન તેંડુલકરે ઇન્ડિયન એક્સપ્રેસમાં પોતાના આર્ટિકલમાં કહ્યું કે કોલિંગ સમયે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે મોટો રોલ ભજવે છે. ગો-ગો ના કહેવું જોઈએ. આ નો-નો લાગે છે. સારું રહેશે કે યશ, નો, વેટ અને પુશ ફોર ટૂ જેવા શબ્દોનો ઉપયોગ કરાય. જો તમે કવર તરફ બોલને પંચ કરો છો તો તમને લાગી શકે કે બે રન આવી શકે છે તો તમારે પુશ ફોર ટૂ કહેવું જોઈએ. તેનો મતલબ છે કે એક રન તો નક્કી છે અને બીજા રન માટે જઇ રહ્યા છીએ.
આઈ કોન્ટેક્ટ ઘણો મહત્વનો રહેશે
સચિન તેંડુલકરે આગળ કહ્યું કે 23 ઓક્ટોબરે જ્યારે સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું હશે ત્યારે પુશ ફોર ટૂ જેવા શબ્દો કામ આવશે નહીં. કારણ કે બની શકે કે તમારા પાર્ટનરને આ ના સંભળાય. આવામાં આઈ કોન્ટેક્ટ ઘણો મહત્વપૂર્ણ બની જશે. આપણી દોડી જઇશું એ વિચારીને બન્ને બેટ્સમેન ફક્ત ફિલ્ડરને જોઈ રહી શકે નહીં. મને માહિતી મળી છે કે 23 ઓક્ટોબરે મેચ જોવા માટે એક લાખ લોકો આવશે. આવામાં રન લેતા સમયે કોલિંગમાં ઘણી પરેશાની થશે. આઈ કોન્ટેક્ટ ઘણો મહત્વનો રહેશે.

આ પણ વાંચો – T20 World Cup: મેલબોર્ન પહેલા બ્રિસબેન કેમ પહોંચી ભારત-પાકિસ્તાનની ટીમ?
સ્પાઇક્સ અણીદાર હોવી જોઈએ
સચિન તેંડુલકરે આગળ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન પિચો માટે હું લાંબી ફુલ સ્પાઇક્સ ઉપયોગ કરવા કહીશ. વાસ્તવમાં હું બેટિંગ કરતા પહેલા સ્પાઇક્સને વધારે અણીદાર બનાવવા માટે નેલ્સને વધારે ધારદાર કરવાની સલાહ આપીશ. જો સ્પાઇક્સ અણીદાર નહીં હોય તો તે અંદર ઘુસશે નહીં. ઓસ્ટ્રેલિયાની હાર્ડ પિચો પર અણીદાર સ્પાઇક્સ આસાનીથી અંદર જાય છે અને તેનાથી દોડમાં આસાની રહેશે. આઉટફિલ્ડમાં ફિલ્ડિંગ દરમિયાન સોફ્ટ સ્પાઇક્સ ઠીક રહે છે પણ બેટિંગ કરતા સમયે સ્પ્રિંટર્સ સ્પાઇક્સનો ઉપયોગ થવો જોઈએ. આ રીતે નાની-નાની વસ્તુઓથી તમને મદદ મળી શકે છે.

બેટ્સમેનોને ખબર હોવી જોઈએ કે ક્યાં દોડવાનું છે
સચિને કહ્યું કે તમે ક્યાં દોડો છો તે પણ સવાલ છે. ડ્રોપ-ઇન પિચના ખૂણા પર દોડવું શાનદાર રહેશે. જો તમને એક ડાબોડી બોલર બોલિંગ કરી રહ્યો છે તો નોન સ્ટ્રાઇકરને બહાર તરફ અને સ્ટ્રાઇકરે અંદરની તરફ દોડવું જોઈએ. પ્રથમ બોલનો સામનો કરતા પહેલા એ સમજ હોવી જોઈએ. બેટ્સમેનોને ખબર હોવી જોઈએ કે ક્યાં દોડવાનું છે.