/indian-express-gujarati/media/media_files/2026/01/30/t20-world-cup-2026-players-2026-01-30-14-45-05.jpg)
ટી 20 વર્લ્ડ કપમાં ઘણા મોટા નામો છે જે 2016 થી સતત દરેક ટી 20 વર્લ્ડ કપ ચક્રનો ભાગ રહ્યા છે Photograph: (આઈએએનએસ ફાઇલ ફોટો)
T20 World Cup 2026 : ટી-20 ક્રિકેટમાં લાંબી રેસનો ઘોડો બનવું આસાન નથી. ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં એક કે બે વર્ષ સુધી રહેવું પણ મોટી બાબત માનવામાં આવે છે. જોકે ટી-20 વર્લ્ડ કપ 2026 એ ખેલાડીઓના નામે થવા જઈ રહ્યું છે જેમણે આખા એક દાયકા સુધી આ ફોર્મેટ પર રાજ કર્યું છે.
ટી 20 વર્લ્ડ કપ 2026 તરફ નજર કરીએ તો ઘણા મોટા નામો છે જે 2016 થી સતત દરેક ટી 20 વર્લ્ડ કપ ચક્રનો ભાગ રહ્યા છે. ટી20 વર્લ્ડ કપ 2026 માટે પોતપોતાના દેશની ટીમોમાં પણ તેમની પસંદગી કરવામાં આવી છે. મતલબ હવે આ દિગ્ગજો સતત પાંચમી સિઝનમાં રમતા જોવા મળશે.
આ વિશેષ યાદીમાં વિશ્વભરના મેચ વિનર્સ (વિસ્ફોટક ઓપનર, ફિનિશર્સ, ઓલરાઉન્ડર અને ઘાતક બોલરો) પ્લેયર્સ સામેલ છે. ભારતના બે સ્ટાર ખેલાડીઓ (જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા) પણ તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે જસપ્રીત બુમરાહ 2022માં ભારતની ટી 20 વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થયા પછી પીઠની ઇજાને કારણે બહાર થઈ ગયો હતો.
અનુભવ, ફિટનેસ અને મોટી ટૂર્નામેન્ટના દબાણ હેઠળ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવાની ક્ષમતાને કારણે આ ખેલાડીઓ હજુ પણ ટીમના મુખ્ય આધાર છે. આ ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહ-હાર્દિક પંડયા ઉપરાંત સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક, કાગિસો રબાડા અને ડેવિડ મીલર, ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને જોશ હેઝલવૂડ, ઈંગ્લેન્ડના જોસ બટલર અને આદિલ રાશિદ, ન્યૂઝીલેન્ડના મિચેલ સાન્ટનર અને વેસ્ટ ઈન્ડિઝના જોહાનસન ચાર્લ્સનો સમાવેશ થાય છે.
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહે 26 જાન્યુઆરી 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી મેચ સાથે ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. 6 ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જન્મેલા જસપ્રીત બુમરાહને 2016થી તમામ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જોકે 2022માં યોજાનારા વર્લ્ડ કપ અગાઉ જ તેને ઈજાના કારણે ટીમની બહાર રહેવું પડયું હતું. અન્ય ત્રણ વર્લ્ડકપમાં જસપ્રીત બુમરાહે 18 મેચમાં 14.3ની સરેરાશથી અને 5.44ની ઈકોનોમીથી 26 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારતને બેસ્ટ પ્લેઇંગ 11 પસંદ કરવામાં મુશ્કેલી પડશે, રોહિત શર્માએ આખું ગણિત સમજાવ્યું
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ 26 જાન્યુઆરી 2016ના રોજ જસપ્રીત બુમરાહ સાથે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 11 ઓક્ટોબર 1993ના રોજ જન્મેલા હાર્દિક પંડયા ડેબ્યૂ વર્ષથી જ ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે. આ દરમિયાન તેણે 24 મેચમાં 29.75ની એવરેજ અને 142.23ની સ્ટ્રાઇક રેટથી 357 રન ફટકાર્યા છે અને 24 વિકેટ પણ ઝડપી છે.
આ ખેલાડીઓ પણ 2026થી સતત ટી 20 વર્લ્ડ કપનો ભાગ છે
- મિશેલ માર્શે
- જોશ હેઝલવુડ
- ગ્લેન મેક્સવેલ
- ક્વિન્ટન ડી કોક
- કાગિસો રબાડા
- ડેવિડ મિલર
- જોસ બટલર
- આદિલ રાશિદ
- મિશેલ સેન્ટનર
- જોહાનસન ચાર્લ્સ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us