/indian-express-gujarati/media/media_files/2026/01/29/team-india-2026-01-29-14-27-54.jpg)
ભારતીય ટી 20 ટીમ Photograph: (BCCI)
T20 World Cup 2026 : ટીમ ઈન્ડિયા ટી 20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે દરેક પ્રકારના કોમ્બિનેશનની અજમાવી રહી છે. જેથી તેમને આઈસીસીની આ મેગા ઈવેન્ટમાં કોઈ પ્રકારની સમસ્યા ના આવે.
ભારતે ઘરઆંગણે યોજાનાર આ આઇસીસી ટી 20 વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ ટીમની પસંદગી કરી છે, જેમાં સામેલ દરેક ખેલાડી મજબુત અને કોઈ પણ પરિસ્થિતિમાં રમવા માટે સક્ષમ છે. જોકે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ભારતને વર્લ્ડ કપ માટે તેની પ્લેઈંગ ઈલેવન પસંદ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
ભારતને પ્લેઈંગ 11ની પસંદગી કરવામાં મુશ્કેલી પડશે
ટી 20 વર્લ્ડ કપ 2026 ટૂર્નામેન્ટ પહેલા વાત કરતા રોહિત શર્માએ કહ્યું હતું કે તેમના મતે ભારત માટે સૌથી મોટો પડકાર શું હશે. રોહિતના મતે ટીમ મેનેજમેન્ટ મૂંઝવણમાં રહેશે કે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી બંને સ્પેશિયાલિસ્ટ સ્પિનરોને રમાડવા કે પછી આખી ટૂર્નામેન્ટમાં માત્ર વરુણને જ તક આપવી જોઈએ. છેલ્લા એક વર્ષમાં ભારતે તેના સ્પિન આક્રમણ પર ભારે મદાર રાખ્યો છે, જેમાં વિરોધી ટીમો પર વરુણ, કુલદીપ અને અક્ષર પટેલનું પ્રભુત્વ છે.
વર્લ્ડ કપ અગાઉ રોહિત શર્માએ જિયો હોટસ્ટાર પર કહ્યું કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર માટે સૌથી મોટો પડકાર એ રહેશે કે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી બંનેને એક સાથે કેવી રીતે રમાડવા. જો તમને તે કોમ્બિનેશન જોઈતું હોય તો તમે તે ત્યારે જ કરી શકો છો જ્યારે તમે બે સીમર સાથે રમશો, જે એક મોટો પડકાર છે. ટી 20 વર્લ્ડ કપ 2024 જીતનારા કેપ્ટન રોહિતે કબૂલાત કરી હતી કે તે પ્લેઈંગ ઈલેવનમાં બંને સ્પેશિયાલિસ્ટ સ્પિનરોને રમાડવા અંગે વિચારશે.
ઝાકળ સૌથી મોટો પડકાર હશે
રોહિત શર્માએ કહ્યું કે ભારતની પરિસ્થિતિને જોતા ન્યૂઝીલેન્ડ સામેની આ શ્રેણીમાં ઘણો બધો ઝાકળ છે. ફેબ્રુઆરી અને માર્ચમાં જ્યારે શિયાળો પૂરો થાય છે ત્યારે મોટાભાગના સ્થળોએ ભારે ઝાકળ રહેશે. મુંબઈમાં પણ ઝાકળ છે, જ્યાં બહુ ઠંડી નથી. હું કહીશ કે ભારતના 90-95 ટકા મેદાનો ઝાકળ હોય છે અને તે સૌથી મોટો પડકાર છે.
આ પણ વાંચો - ચોથી ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડનો 50 રને વિજય, ભારત શ્રેણીમાં 3-1 થી આગળ
રોહિતે કહ્યું કે કોચ અને કેપ્ટન શું વિચારે છે. જો તેઓ ત્રણ સ્પિનરો સાથે રમવામાં આરામદાયક હોય તો તેઓ સ્પિનરોને રમાડી શકે છે, પણ તેનો કોઈ નિશ્ચિત નિયમ નથી. તમારે એક ફાસ્ટ બોલરને ડ્રોપ કરવો પડશે જે યોગ્ય ન હોઈ શકે. તે ટીમના નેતૃત્વની વિચારસરણી પર નિર્ભર કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us