અભિષેક શર્મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, તિલક વર્માએ નામીબિયા સામે રમવા પર આપી અપડેટ

IND vs NAM : નામીબિયા સામેની મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અભિષેક શર્માને લઇને પ્રેસ કોન્ફરન્સમાં અપડેટ આપી છે. ભારત અને નામીબિયા વચ્ચે 12 ફ્રેબ્રુઆરીએ મેચ રમાશે

IND vs NAM : નામીબિયા સામેની મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અભિષેક શર્માને લઇને પ્રેસ કોન્ફરન્સમાં અપડેટ આપી છે. ભારત અને નામીબિયા વચ્ચે 12 ફ્રેબ્રુઆરીએ મેચ રમાશે

author-image
Ashish Goyal
New Update
Abhishek Sharma

Abhishek Sharma : અભિષેક શર્મા (BCCI)

IND vs NAM : અભિષેક શર્માને લઇને બુધવારે સમાચાર સામે આવ્યા હતા કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નામીબિયા સામેની મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અભિષેક શર્માને લઇને પ્રેસ કોન્ફરન્સમાં અપડેટ આપી છે. તિલકે કહ્યું કે અભિષેકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મેચના દિવસે નામીબિયા સામે રમવા અંગેનો નિર્ણય પણ લેવામાં આવશે.

Advertisment

તિલક શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અભિષેક શર્માને આજે (બુધવાર) ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આવતીકાલે (મેચના દિવસે) તેમને કેવું લાગે છે તેના આધારે અમે નિર્ણય લઈશું. તે મુજબ મેચમાં રમવા પર નક્કી કરવામાં આવશે. 

અભિષેક શર્માને શું થયું હતુ?

ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ અને બુધવારે સવારે મળેલી માહિતી અનુસાર અભિષેક શર્માને પેટના ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે એવા પણ અહેવાલ આવ્યા હતા કે અભિષેક દિલ્હીમાં કોચ ગૌતમ ગંભીરના ઘરે ડિનર પાર્ટીમાંથી જલ્દી નીકળી ગયો હતો. રિપોર્ટમાં બીજી મેચમાં નામીબિયા સામે રમવા અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયા કોઈ જોખમ લેવા માંગતી નથી

જો ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટની વાત કરીએ તો તે અભિષેક શર્મા વિશે કોઈ ઉતાવળ કરવા માંગશે નહીં. કારણ કે ભારતની આગામી મેચ પાકિસ્તાન સામે છે. તે મેચમાં અભિષેકની ટીમ માટેની જરૂરિયાત વધુ રહેશે. તેથી સાવચેતીના ભાગ તરીકે તેને નામિબિયા સામે આરામ આપી શકાય છે અને 15 ફેબ્રુઆરી માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની તક આપવામાં આવી શકે છે.

Advertisment

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : એકસમયે પાકિસ્તાનમાં કેરી વેચતો હતો, હવે આ ટીમનો છે નવો સ્ટાર

સંજુ સેમસનનું નસીબ ખુલશે

જો અભિષેક શર્મા નહીં રમે તો સંજુ સેમસનનું નસીબ ખુલશે. સંજુ સેમસનને ઇશાન સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. વર્લ્ડ કપ અગાઉ સંજુનો દેખાવ કંગાળ રહ્યો હતો, જેના કારણે તેને પ્લેઈંગ 11માંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને ઈશાનને અભિષેક સાથે ઓપનિંગ કરાવી હતી. હવે અભિષેકની બીમારીને કારણે સંજુને લોટરી મળી શકે છે અને તે વર્લ્ડ કપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા તરફથી રમી શકે છે. ટી 20 વર્લ્ડ કપ 2024માં તે આખી સિઝનમાં બેન્ચ પર જ બેસી રહ્યો હતો.

T20 વર્લ્ડ કપ અભિષેક શર્મા ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ