/indian-express-gujarati/media/media_files/2026/02/10/haider-ali-t20-world-cup-2026-2026-02-10-16-55-47.jpg)
ક્રિકેટર હૈદર અલી હાલ યુએઈ ટીમ તરફથી રમે છે Photograph: (Emirates Cricket Board)
T20 World Cup 2026 : ક્રિકેટર હૈદર અલી પાકિસ્તાનના પંજાબના નાના ગામમાં એક સામાન્ય પરિવારમાં જન્મ્યો હતો. જોકે તેના સપના મોટા હતા. તે પાકિસ્તાન માટે નેશનલ લેવલે રમવા માંગતો હતો. તે આ માટે લાહોર ગયો અને ગુજરાન ચલાવવા માટે રાત્રે વેઈટર સહિતની નાની-નાની નોકરીઓ કરતો હતો. પિતા અને માતા અલગ થયા પછી હૈદરને તેના કાકાએ બાળપણમાં જ દત્તક લીધો હતો. ડાબોડી ફિંગરસ્પિનર હૈદર અલી પાકિસ્તાનના ફર્સ્ટ-ક્લાસ ક્ષેત્રમાં પ્રવેશ્યો અને 2018માં શરૂઆત કરી હતી. જોકે પાકિસ્તાનનું સ્વપ્ન ત્યાં જ સમાપ્ત થઈ ગયું હતું.
કોવિડ-19 મહામારીએ આર્થિક મુશ્કેલીઓ વધારી દીધી હતી
હૈદર અલી એ ESPNcricinfo સાથેની વાતચીતમાં કહ્યું કે મેં પાકિસ્તાનમાં ઘરેલુ સર્કિટમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ શું થયું તેનો ઉલ્લેખ કરવા માંગતો નથી. જીવન આવું જ છે, આવું બને છે અને હું એક સકારાત્મક વ્યક્તિ છું.
હૈદર લાહોરમાં જ રહેતો હતો અને કેરી સહિત ફળો પણ વેચતો હતો, કોવિડ-19 મહામારીએ તેની આર્થિક મુશ્કેલીઓ વધારી દીધી હતી. મહામારી પછી તે 2022માં પોતાના અને તેના પરિવારના સારા નાણાકીય ભવિષ્ય માટે યુએઈ સ્થળાંતરિત થયો હતો. જીવન સંઘર્ષપૂર્ણ હોવા છતા હૈદરનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અકબંધ રહ્યો હતો.
હૈદર અલીએ 2025માં UAE માટે ક્વોલિફાય કર્યું
ICC ના ત્રણ વર્ષના રેસીડેન્સી નિયમો પૂર્ણ કર્યા પછી હૈદરે 2025માં UAE માટે ક્વોલિફાય કર્યું અને પોતાની છાપ છોડી હતી. શારજાહમાં બાંગ્લાદેશ સામેની તેની ડેબ્યૂ શ્રેણીમાં તેણે 4 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના કારણે ટેસ્ટ રમતા દેશ સામે UAE એ પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી જીત મેળવી હતી. તે જ વર્ષે તેણે દુબઈ કેપિટલ્સ સાથે ILT20 ટાઇટલ જીત્યું હતું. હૈદર હાલ હવે 31 વર્ષનો અને તે પોતાનો પહેલો વર્લ્ડ કપ રમવા અને શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે.
દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે કે તે વર્લ્ડ કપ રમે
હૈદર અલીએ કહ્યું કે આ ક્રિકેટનો સૌથી મોટો તબક્કો છે અને દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે કે તે વર્લ્ડ કપ રમે. મેં ઘણા ખેલાડીઓ જોયા છે જેઓ દસ વર્ષથી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ ક્યારેય વર્લ્ડ કપમાં રમ્યા નથી. જો આપણે સ્ટાર બનવા માંગીએ છીએ અને આપણા દેશ માટે કંઈક ખાસ કરવા માંગીએ છીએ તો આપણે બહાર જઈને શાનદાર પ્રદર્શન કરવું પડશે. તે ભારતમાં પણ છે, જ્યાં લોકો રમતને ખૂબ પ્રેમ કરે છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : એક એવી ટીમ જેના મુખ્ય કોચ ભારતીય અને સહાયક કોચ પાકિસ્તાની, કેપ્ટને શું કહ્યું
હૈદર અલીએ કહ્યું કે મેં ILT20 અને અબુ ધાબી T10 અને અમારા UAE ડોમેસ્ટિક ક્રિકેટમાં પાવરપ્લેમાં બોલિંગ કરી છે. મને પાવરપ્લેમાં બોલિંગ કરવી ગમે છે અને હું ઓસ્ટ્રેલિયા, ભારત કે ન્યુઝીલેન્ડ સામે રમી રહ્યો છું તો પણ દબાણ લેતો નથી. હું ફક્ત બોલ પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને સકારાત્મક વિચારું છું અને સમજું છું કે ટીમ માટે મારે શું કરવાની જરૂર છે.
હૈદરે કહ્યું કે ILT20 એ મારું જીવન બદલી નાખ્યું છે. અમારા અમીરાત ક્રિકેટ બોર્ડનો ખૂબ ખૂબ આભાર અને તે ઘણી મદદ કરે છે. તે કહે છે કે મને લાગે છે કે હું એકમાત્ર સ્થાનિક છું જેણે છેલ્લા ત્રણ વર્ષમાં બધી રમતો રમી છે. મેં ILT20 માં સારું પ્રદર્શન કર્યું હતું અને અમારી ટીમમાં ઘણા બધા સ્ટાર્સ હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us