ટી 20 વર્લ્ડ કપ 2026 : એક એવી ટીમ જેના મુખ્ય કોચ ભારતીય અને સહાયક કોચ પાકિસ્તાની, કેપ્ટને શું કહ્યું

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ ટૂર્નામેન્ટમાં રમવા આવેલી એક ટીમ એવી છે જેમાં મુખ્ય કોચ ભારતીય છે અને સહાયક કોચ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ ટૂર્નામેન્ટમાં રમવા આવેલી એક ટીમ એવી છે જેમાં મુખ્ય કોચ ભારતીય છે અને સહાયક કોચ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે

author-image
Ashish Goyal
New Update
t20 world cup 2026 uae team

ફોટોશૂટ દરમિયાન યુએઈની ટીમ Photograph: (Emirates Cricket/X)

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ ટૂર્નામેન્ટમાં  રમવા આવેલી એક ટીમ એવી છે જેમાં મુખ્ય કોચ ભારતીય છે અને સહાયક કોચ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે. ખાસ વાત એ છે કે તે ટીમમાં આઠ ખેલાડીઓ એવા છે જેમનો જન્મ પાકિસ્તાનમાં થયો છે અથવા તેઓ પાકિસ્તાન સાથે જોડાયેલા છે. તે ટીમ યુએઈ છે.

Advertisment

તમને જણાવી દઈએ કે યુએઈની ટીમ તેની પ્રથમ મેચ મંગળવારે 10 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમશે. યુએઈને ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને કેનેડાની સાથે ગ્રુપ-ડી માં સ્થાન આપવામાં આવ્યું છે. યુએઈ અગાઉ એશિયા કપ 2025માં મોટા મંચ પર રમતી જોવા મળી હતી. હવે આ ટીમનું કોમ્બિનેશન ચર્ચાનો વિષય બન્યું છે.

યુએઈ ટીમમાં ભારત અને પાકિસ્તાનના કોચ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂત યુએઈની ટીમના હેડ કોચ તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યાસિર અરાફાત ટીમના સહાયક કોચના પદે કામ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદ અને તણાવથી આ ટીમની અંદરના માહોલ પર કોઈ અસર પડી નથી. ખુદ ટીમના કેપ્ટન વસીમે આ વાતની પુષ્ટિ કરી હતી.

Advertisment

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 પોઇન્ટ ટેબલ, જાણો કયા ગ્રુપમાં કઇ ટીમ છે મોખરે

યુએઈના કેપ્ટન મોહમ્મદ વસીમે શું કહ્યું

યુએઈના કેપ્ટન મોહમ્મદ વસીમે ન્યૂઝીલેન્ડ સામેની મેચ અગાઉ કહ્યું હતુ કે ટીમની અંદરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ છે. આ ટીમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મતભેદ નથી. અમે બધા યુએઈનું નેતૃત્વ કરી રહ્યા છીએ. અમારી ટીમમાં ભારત અને પાકિસ્તાન જેવું કંઈ નથી. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને કેટલીક મેચ જીતવાના ઇરાદા સાથે ઉતરીશું.

સ્પોર્ટ્સ ક્રિકેટ T20 વર્લ્ડ કપ