/indian-express-gujarati/media/media_files/2026/02/11/aus-vs-ire-live-t20-wc-2026-2026-02-11-14-22-10.jpg)
Australia vs Ireland T20 World Cup 2026 Live Score: ટી 20 વર્લ્ડ કપ 2026, ઓસ્ટ્રેલિયા વિ આયર્લેન્ડ મેચ અપડેટ્સ Photograph: (આઈસીસી)
T20 World Cup 2026 AUS vs IRE Live Match Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 14મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા 182 રનના પડકાર સામે આયર્લેન્ડે 11 ઓવરમાં 5 વિકેટે 70 રન બનાવી લીધા છે. આ મેચ કોલંબોના આરપીએસ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
આયર્લેન્ડ ઇનિંગ્સ
-ગેરેથ ડેલાની 12 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 11 રને એડમ ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો.
-બેન કેલિટ્ઝ 4 બોલમાં 2 રને નાથન એલિસનો ત્રીજો શિકાર બન્યો.
-કર્ટિસ કેમ્ફર 2 બોલમાં 1 ફોર સાથે 4 રને એલિસની ઓવરમાં કેચ આઉટ થયો.
-રોસ આદિર 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે એલિસની ઓવરમાં બોલ્ડ થયો.
-હેરી ટેક્ટર 3 બોલમાં ખાતું ખોલાયા વિના કુહેનમેનનો શિકાર બન્યો.
-પોલ સ્ટર્લિંગ 1 રને રિટાયર્ડ હર્ટ થયો.
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-માર્કોસ સ્ટોઇનિસ 29 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 45 રને આદિરનો શિકાર બન્યો.
-મેટ રેનશો 33 બોલમાં 2 ફોર સાથે 37 રન બનાવી બોલ્ડ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ગ્લેન મેક્સવેલ 9 બોલમાં 1 ફોર સાથે 9ર ને આઉટ.
-જોશ ઇંગ્લિશ 17 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 37 રને ડોકરેલનો શિકાર બન્યો.
-કેમરોન ગ્રીન 11 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 21 રને આદિરની ઓવરમાં કેચ આઉટ થયો.
-ટ્રેવિસ હેડ 7 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી રન આઉટ થયો.
-આયર્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટ્રેવિસ હેડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : કોલંબોમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારતીય ટીમ?
બન્ને ટીમો આ પ્રમાણે છે
ઓસ્ટ્રેલિયા : જોશ ઇંગ્લિશ, ટ્રેવિસ હેડ (કેપ્ટન), કેમરોન ગ્રીન, મેટ રેનશો, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, કૂપર કોનોલી, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, મેથ્યુ કુહનેમેન.
આયર્લેન્ડ : પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), રોસ એડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર, કર્ટિસ કેમ્ફર, બેન કેલિટ્ઝ, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડાયર, બેરી મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીસ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us