ટી 20 વર્લ્ડ કપ 2026 : કોલંબોમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારતીય ટીમ? આઈસીસીએ PCB ની માંગણી માની!

T20 World Cup 2026 : વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આઇસીસીએ તેમની માગણી સ્વીકારી લીધી છે. કોલંબોમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપની લીગ મેચમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ હાથ મિલાવશે

T20 World Cup 2026 : વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આઇસીસીએ તેમની માગણી સ્વીકારી લીધી છે. કોલંબોમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપની લીગ મેચમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ હાથ મિલાવશે

author-image
Ashish Goyal
New Update
t20 world cup 2026 ind vs pak match

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ રમાશે. Photograph: (સોશિયલ મીડિયા)

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં હાથ મિલાવતા જોવા મળશે. ભારત સામેની મેચ રમવા અંગેના મડાગાંઠને ખતમ કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) સાથેની બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી માંગણીઓ રજૂ કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવે તેવી માંગણીનો પણ સમાવેશ થાય છે. 

Advertisment

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આઇસીસીએ તેમની માગણી સ્વીકારી લીધી છે. કોલંબોમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપની લીગ મેચમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ હાથ મિલાવશે.

એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની ટીમો ગત વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપ દરમિયાન પહેલી વખત આમને-સામને આવી હતી. ટૂર્નામેન્ટમાં બંને ટીમો ત્રણ વખત આમને-સામને આવી હતી અને ત્રણેય વખત ભારતે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ભારતીય ટીમે પાકિસ્તાનના કોઈ પણ ખેલાડી સાથે હાથ મિલાવ્યો ન હતો.

આ પણ વાંચો - એક એવી ટીમ જેના મુખ્ય કોચ ભારતીય અને સહાયક કોચ પાકિસ્તાની, કેપ્ટને શું કહ્યું

Advertisment

નકવી એશિયા કપની ટ્રોફી લઈને ચાલ્યા ગયા હતા

ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ 21મી ફેબ્રુઆરીએ સુપર-4 સ્ટેજમાં પણ હાથ મિલાવ્યો ન હતો. 28 સપ્ટેમ્બરે રમાયેલી ફાઇનલમાં સૌથી વધુ ડ્રામા જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ગૃહમંત્રી અને પીસીબીના ચેરમેન મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. નકવી આ વાતથી એટલા ગુસ્સે થયા હતા કે તે એશિયા કપની ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા. ભારતીય ટીમને હજુ સુધી એશિયા કપની ટ્રોફી મળી નથી.

આઇસીસી T20 વર્લ્ડ કપ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ