/indian-express-gujarati/media/media_files/2026/02/20/bcci-post-ahmedabad-stadium-2026-02-20-15-25-16.jpg)
બીસીસીઆઈએ અમદાવાદ સ્ટેડિયમને લઇને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરી છે તે ચર્ચાનો વિષય બની છે Photograph: (@BCCI)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026માં 21 ફેબ્રુઆરીથી સુપર 8 નો રાઉન્ડ શરુ થશે. સુપર 8 માં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેએ સ્થાન મેળવ્યું છે. ભારત ગ્રુપ-1 માં છે અને ગ્રુપમાં અન્ય ત્રણ ટીમો તરીકે દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ ભારતનો સુપર 8 નો કાર્યક્રમ અને સ્ટેડિયમ એક્સ (ટ્વિટર) પર શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
બીસીસીઆઈએ એક્સ શેર કરી તસવીરો
બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ એક્સ પર ભારતીય ટીમનો સુપર 8નો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં તેમણે ભારતની મેચો જે સ્ટેડિયમમાં રમાવાની છે તેના ફોટો પોસ્ટ કર્યા છે અને તેની સાથે તે શહેરના એક બે આઇકોનિક સ્થળો પર જોવા મળે છે. જોકે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચને લઇને તેમણે સ્ટેડિયમની બાજુમાં દિલ્હીની જામા મસ્જિદ હોય તેવો ફોટો પોસ્ટ કર્યો છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા
અમદાવાદના આઇકોનિક સ્થળોની વાત આવે ત્યારે અટલ બ્રિજ, પતંગ હોટલ, રિવરફ્રન્ટ કે ગાંધી આશ્રમ આવે છે. જોકે બીસીસીઆઈએ પોતાના ફોટોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવ્યું છે અને બાજુમાં દિલ્હીની જામા મસ્જિદ હોય તેવો ફોટો પોસ્ટ કર્યો છે. અમદાવાદ સ્ટેડિયમને લઇને કરેલી આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ચર્ચા જોવા મળી રહી છે.
Group stage ✅
— BCCI (@BCCI) February 18, 2026
🆙 next Super 8 👊
Presenting #TeamIndia's next set of fixtures as we move ahead in #T20WorldCup 2026 🗓️#MenInBluepic.twitter.com/lsuvCwzYOv
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : હવે સુપર-8માં જામશે ખરાખરીનો જંગ, આવો છે કાર્યક્રમ, જાણો ક્યારે છે ભારતની મેચો
બીસીસીઆઈએ ભારતની અન્ય બે સ્થળો પર મેચો રમાવાની છે તેના ફોટા પણ પોસ્ટ કર્યો છે. જેમાં એક મેચ ચેન્નાઇમાં અને એક મેચ કોલકાતામાં રમાવાની છે. તે બે સ્થળની જે તસવીર છે તેમાં તે શહેરના આઇકોનિક સ્થળો બરાબર બતાવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us