ટી 20 વર્લ્ડ કપ 2026 : હવે સુપર-8માં જામશે ખરાખરીનો જંગ, આવો છે કાર્યક્રમ, જાણો ક્યારે છે ભારતની મેચો

T20 World Cup 2026 Super 8 Schedule : ટી 20 વર્લ્ડ કપ 2026માં 21 ફેબ્રુઆરીએથી સુપર 8 નો રાઉન્ડ શરુ થશે. સુપર 8 માં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેએ સ્થાન મેળવ્યું છે

T20 World Cup 2026 Super 8 Schedule : ટી 20 વર્લ્ડ કપ 2026માં 21 ફેબ્રુઆરીએથી સુપર 8 નો રાઉન્ડ શરુ થશે. સુપર 8 માં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેએ સ્થાન મેળવ્યું છે

author-image
Ashish Goyal
New Update
T20 World Cup 2026

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાઇ રહ્યો છે. Photograph: (@JayShah)

T20 World Cup 2026 Super 8 Qualified Teams, India Matches Schedule : ટી 20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી 21 ફેબ્રુઆરીએથી સુપર 8 નો રાઉન્ડ શરુ થશે. સુપર 8 ની તમામ ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. સુપર 8 માં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેએ સ્થાન મેળવ્યું છે.

Advertisment

સુપર 8માં બે ગ્રુપ રહેશે

તમને જણાવી દઈએ કે સુપર 8માં બે ગ્રુપ જોવા મળશે. ગ્રુપ 1માં ભારત, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ 2 માં ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

સુપર 8 ની મેચ 21 ફેબ્રુઆરીથી રમાશે. દરેક ટીમ ત્રણ મેચ રમશે. સુપર 8 રાઉન્ડમાં એક ટીમ તેમના ગ્રુપની તમામ ટીમો સામે એકવાર ટકરાશે. સુપર 8 રાઉન્ડની તમામ મેચો બાદ બંને ગ્રુપની ટોચની બે ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશ કરશે. 

ટી 20 વર્લ્ડ કપ 2026 સુપર 8 કાર્યક્રમ

તારીખમેચસ્થળસમય (IST)
21 ફેબ્રુઆરી ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાનકોલંબોસાંજે 7.00 વાગ્યે
21 ફેબ્રુઆરીઇંગ્લેન્ડ વિ શ્રીલંકાપલ્લીકેલેબપોરે 3.00 વાગ્યે
22 ફેબ્રુઆરીભારત વિ સાઉથ આફ્રિકાઅમદાવાદસાંજે 7.00 વાગ્યે
23 ફેબ્રુઆરીઝિમ્બાબ્વે વિ વેસ્ટ ઇન્ડીઝમુંબઈસાંજે 7.00 વાગ્યે
24 ફેબ્રુઆરીઇંગ્લેન્ડ વિ પાકિસ્તાનપલ્લીકેલેસાંજે 7.00 વાગ્યે
25 ફેબ્રુઆરીન્યૂઝીલેન્ડ વિ શ્રીલંકાકોલંબોસાંજે 7.00 વાગ્યે
26 ફેબ્રુઆરીવેસ્ટ ઇન્ડીઝ વિ સાઉથ આફ્રિકાઅમદાવાદબપોરે 3.00 વાગ્યે
ફેબ્રુઆરી 26ભારત વિ ઝિમ્બાબ્વેચેન્નાઈસાંજે 7.00 વાગ્યે
27 ફેબ્રુઆરી ઇંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડકોલંબોસાંજે 7.00 વાગ્યે
28 ફેબ્રુઆરીશ્રીલંકા વિ પાકિસ્તાનપલ્લીકેલેસાંજે 7.00 વાગ્યે
1 માર્ચ ઝિમ્બાબ્વે વિ દક્ષિણ આફ્રિકાદિલ્હીબપોરે 3.00 વાગ્યે
1 માર્ચ ભારત વિ વેસ્ટ ઇન્ડીઝકોલકાતાસાંજે 7.00 વાગ્યે
Advertisment

આ પણ વાંચો - અદિતિ હુંડિયા કોણ છે? ભારતીય ક્રિકેટર ઇશાન કિશન સાથે જોડાઇ રહ્યું છે નામ

ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે

સુપર 8 ની મેચ 1 માર્ચ સુધી ચાલશે. આ પછી પ્રથમ સેમિફાઇનલ 4 અને બીજી સેમિ ફાઇનલ 5 માર્ચે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે.

T20 વર્લ્ડ કપ આઇસીસી ક્રિકેટ ભારત ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ