ENG vs WI Live, T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, ઇંગ્લેન્ડને 197 રનનો પડકાર

England vs West Indies Live Cricket Score, T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026ની 15મી મેચમાં ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 197 રનનો પડકાર મળ્યો છે

England vs West Indies Live Cricket Score, T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026ની 15મી મેચમાં ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 197 રનનો પડકાર મળ્યો છે

author-image
Ashish Goyal
New Update
T20 World Cup 2026 ENG vs WI Live Match

England vs West Indies T20 World Cup 2026 Live Score: ટી 20 વર્લ્ડ કપ 2026, ઇંગ્લેન્ડ વિ વેસ્ટ ઇન્ડીઝ મેચ લાઇવ અપડેટ્સ Photograph: (ICC)

T20 World Cup 2026 ENG vs WI Live Match Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 15મી મેચમાં ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 197 રનનો પડકાર મળ્યો છે.  ગ્રુપ-સી ની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

Advertisment

વેસ્ટ ઇન્ડીઝ ઇનિંગ્સ

-વેસ્ટ ઇન્ડીઝના 20 ઓવરમાં 6 વિકેટે 196 રન.

-શેરફેન રૂધરફોર્ડના 42 બોલમાં 2 ફોર અને 7 સિક્સરની મદદથી અણનમ 76 રન.

-જેસોન હોલ્ડર 17 બોલમાં 1 ફોર અને 4 સિક્સરની મદદથી 33 રને કેચ આઉટ થયો.

-રોવમેન પોવેલ 13 બોલમાં 2 ફોર સાથે 14 રને રાશિદનો શિકાર બન્યો.

-શેરફેન રૂધરફોર્ડે 29 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-વેસ્ટ ઇન્ડીઝે 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રોસ્ટન ચેસ 29 બોલમાં 6 ફોર સાથે 33 રને આઉટ થયો.

-શિમરોન હેટમાયર 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 23 રને ઓવરટોનનો શિકાર બન્યો.

-બ્રાન્ડન કિંગ 3 બોલમાં 1 રન બનાવી સેમ કુરનની ઓવરમાં આઉટ.

-શાઇ હોપ 3 બોલમાં ખાતું ખોલાયા વિના આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.

-વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકોબ બેથેલ,  ટોમ બેન્ટન, હેરી બ્રુક (કેપ્ટન), સેમ કુરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ.

Advertisment

વેસ્ટ ઇન્ડીઝ : બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રૂધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, શમર જોસેફ, ગુડાકેશ મોતી.

T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ