ટી 20 વર્લ્ડ કપ : પાકિસ્તાનની માંગણીને આઈસીસીએ ફગાવી, ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી ફરી શરુ કરવા કહ્યું હતું

T20 World Cup 2026 : આઇસીસીએ પાકિસ્તાનની માંગણીઓને ફગાવી દીધી હતી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવા અને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્રિકોણીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ સામેલ હતો

T20 World Cup 2026 : આઇસીસીએ પાકિસ્તાનની માંગણીઓને ફગાવી દીધી હતી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવા અને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્રિકોણીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ સામેલ હતો

author-image
Ashish Goyal
New Update
t20 world cup 2026 ind vs pak match

T20 World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચ પર સંકટના વાદળો ઘેરાયેલા છે Photograph: (સોશિયલ મીડિયા)

T20 World Cup 2026 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રવિવારે થયેલી મીટિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સમક્ષ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની મેચ માટે ઘણી માંગણીઓ રજૂ કરી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે જ્યારે તેમની માંગણીઓ પૂરી થશે ત્યારે તેઓ આ શરત પર ભારતની મેચનો બહિષ્કાર કરશે નહીં, પરંતુ આઇસીસીએ પાકિસ્તાનની માંગણીઓને ફગાવી દીધી હતી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવા અને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્રિકોણીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ સામેલ હતો.

Advertisment

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાશે નહીં

આઈસીસીએ પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે સલાહ લેવા અને બોર્ડના વલણની પુષ્ટિ કરવા માટે એક દિવસનો સમય પણ આપ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ગ્લોબલ ગર્વિનિંગ બોડી સોમવારે સાંજે અથવા મંગળવારે સવારે ભારત-પાકિસ્તાન મેચની સ્થિતિ અંગે સત્તાવાર જાહેરાત કરશે. રવિવારે પાંચ કલાકથી વધુ સમય ચાલેલી બેઠકમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી અને આઈસીસીના ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા સામેલ થયા હતા.

ખાસ બાબત એ છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલ પણ ચર્ચામાં ભાગ લેવા માટે લાહોર ગયા હતા. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકારે 1 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુ માહિતી આપ્યા વિના ટીમને ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય બાંગ્લાદેશની તરફેણમાં લેવામાં આવ્યો હતો અને આઇસીસી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.

પાકિસ્તાને આ માંગણીઓ આઇસીસી સમક્ષ મૂકી હતી

પાકિસ્તાનની સૌપ્રથમ માગ એવી હતી કે ટી-20 વર્લ્ડ કપમાંથી ખસી જવા બદલ બાંગ્લાદેશને સજા ન થવી જોઈએ અને આઇસીસીની આવકનો પૂરેપૂરો હિસ્સો તેને મળવો જોઈએ. આ નિર્ણય આઇસીસીએ પોતે જ લીધો હતો.

Advertisment

પાકિસ્તાને એવી પણ માંગણી કરી હતી કે ગત વર્ષે આંદોલન અને તોડફોડના કારણે મહિલા ટી 20 વર્લ્ડ કપ દુબઈ ખસેડવામાં આવ્યા બાદ બાંગ્લાદેશને એક વળતર તરીકે ગ્લોબલ ટૂર્નામેન્ટ આપવામાં આવે. આગામી ચક્રમાં અંડર-19 વર્લ્ડ કપને સંભવિત વિકલ્પ તરીકે સૂચવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - પીસીબીએ બ્લેકમેલિંગનો આશરો લીધો, બાંગ્લાદેશની આડમાં ભારત-પાકિસ્તાન મેચના બદલામાં વળતરની માંગ

પાકિસ્તાને માંગ કરી હતી કે ભારતને પાકિસ્તાન સાથે દ્વિપક્ષિય ક્રિકેટ ફરી શરૂ કરવાનું કહેવામાં આવે. આઇસીસીએ આ વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે દ્વિપક્ષીય શ્રેણી તેના અધિકારક્ષેત્રની બહાર છે અને દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી પણ તેમના હાથમાં નથી.

ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ ત્રિકોણીય શ્રેણીનો પ્રસ્તાવ પણ સમાન કારણોસર ફગાવી દીધો છે.  તેમજ ચાલુ વર્ષના અંત ભાગમાં ભારતના બાંગ્લાદેશ પ્રવાસની માગને પણ ફગાવી દીધી છે, જે શ્રેણી 2025માં પોસ્ટપોન થઇ હતી. આઇસીસીએ કહ્યું કે આવી દ્વિપક્ષીય કે ત્રિકોણીય શ્રેણી યોજવી તેમના અધિકારોની બહાર છે.

આઇસીસી T20 વર્લ્ડ કપ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ